મોજીસ્તાન - 6

(30)
  • 5k
  • 2
  • 2k

મોજીસ્તાન (6) ગામના સરકારી દવાખાને બાબાને ડ્રેસિંગ કરીને પાટો બાંધી આપવામાં આવ્યો. બાબાની અને તભાભાભાની સાવ નામરજી હોવા છતાં ડોક્ટરે દરજી બનીને ટાંકા લીધા હતા અને ધનુરનું ઇન્જેક્શન બાબાને ઊંધો સુવાડીને એના કૂલામાં ઠોકયું હતું. એ વખતે બાબાએ જે બોકાહો ( રાડારાડ) કર્યો એ બંધ કરાવવા નર્સે એનું મોઢું દબાવી દીધું. તભાભાભા પોતાના પુત્ર પર થઈ રહેલો અત્યાચાર જોઈ શક્યા નહોતા કારણ કે ડોક્ટરે એમને બહાર બેસાડ્યા હતા. નહીંતર ડોકટર એમના શ્રાપનો ભોગ બની જાત ખરા...! થોડીવારે હબો લોહીવાળું મોઢું લઈને આવ્યો. જાણે કોઈને બચકું ભર્યું હોય એવો એનો દેખાવ હતો. એ આવીને તભાભાભા પાસે પાટલી પર બેઠો.