હમેં તુમસે પ્યાર ઇતના - 5

(25)
  • 3.6k
  • 1.3k

પ્રકરણ- પાંચમું/૫રાજન એક ક્ષણ માટે પણ કંઇક વિચારે એ પહેલાં તો મેઘનાના રોદ્ર સ્વરૂપ સાથેના વીજળીની ચમકારાની ઝડપે રાજનના ગાલ પર સટાસટ ચોડી દીધેલાં સણસણતાં તમાચાથી રાજનનું સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠ્યું હતું. એક પણ શબ્દ બોલ્યા વિના રાજનએ તેના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડતી મેઘનાને ઊભી કરી.ચહેરા પર આંસુ સાથે વીખરાઈને ચોંટેલા વાળ અને લાલચોળ આંખોથી અવિરત નીતરતી અશ્રુધારા સાથે મેઘના રાજનની આંખોમાં આંખો નાખીને બોલી. ‘રાજન....’ આટલું બોલતાં જ તેણે હથેળીએથી જોરથી મોં દબાવી દીધું.. રાજન હજુ કંઈ બોલવા જાય એ પહેલાં તો મેઘનાએ તેના નાક પર આંગળી મુકતા ચુપ રહેવાનું કહેતા બોલી .‘સ્સ્સ્સસ્સશ્શ્સ........ચુપ,’ પ્લીઝ એક શબ્દ ન બોલીશ