મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 18

(19)
  • 3.1k
  • 1
  • 1.2k

રિધિમાંના મનમાં નીતિનના જ વિચાર ચાલી રહ્યા હતા, ત્યાં કોઈએ એને ટોકી હોય એવું એને લાગ્યું. આસપાસ બધા જ લગ્નની તૈયારીમાં એટલા વ્યસ્ત હતા કે રિધિમાંની સામે જોવાનો કોઈને સમય જ નહતો. તો પછી અચાનક કોણ આવી રીતે એના ખભે હાથ મૂકીને એને બોલાવી રહ્યું હતું. રિધિમાંએ પાછળ વળીને જોયુ, એ સપના હતી. સપના રિધિમાંને મળવા એના ઘરે આવી હતી. સપનાને જોઈ રિધિમાં એના ગળે વળગી પડી. બધા સપનાને રિધિમાંની દોસ્ત તરીકે ઓળખતા હતા. એટલે એ મળે એમા કોઈ સમસ્યા નહતી. રિધિમાંથી છુટા પડયા બાદ સપનાએ બધાને નમસ્તે કહ્યું. સાંજનો સમય હતો, એટલે બધા પોતાના કામમાં જ હતા. એ વખતે