ગામડાની પ્રેમકહાની વિકાસ એક કલાક સુધી ચાની લારી પર બેસીને, લારીવાળા ભાઈને પાંચસો રૂપિયા આપીને જતો રહ્યો. મનન ચાની લારીવાળા ભાઈ પાસે આવ્યો. ભાગ-૧૮ ચાની લારીવાળો પાંચસોની નોટ પોતાની લારીના ખાનામાં મૂકીને, પોતાનું કામ કરવાં લાગ્યો. મનન હસતો હસતો પોતાનાં ઘરે આવી ગયો. "મનન, તે જે વિચાર્યું છે, એ સફળ થાશે ખરાં!?" કાનજીભાઈએ મનનને પૂછ્યું. "હાં, હવે તીર કમાનમાંથી છૂટી ગયું છે. આપણે કોઈ પણ કાળે જીતવાનું જ છે." મનને કાનજીભાઈ પાસે બેસીને કહ્યું. કાનજીભાઈ હજી પણ ચિંતામાં હતાં. કેટલાંય સંબંધો દાવ પર લાગ્યાં હતાં. કાનજીભાઈ કોઈ પણ વ્યક્તિને હેરાન કરીને, પોતાનું ઘર ખુશીઓથી ભરવાં નહોતાં માંગતા. સુમનની ઘરે સુશિલાબેન