કલાકાર - 17

(97)
  • 5.6k
  • 4
  • 2.6k

કલાકાર ભાગ – 17લેખક – મેર મેહુલ અમે લોકો અમદાવાદમાં હતાં. કાલુપુરનાં બ્રિજ પાસે બાદશાહનો અડ્ડો હતો. અહીંથી એ બધાં ગેરકાનૂની ધંધા ચલાવતો. મેહુલસરનાં રિપોર્ટ અનુસાર, એક સમયે બાદશાહ કાલુપુરનાં બ્રિજ પાસે કેબિન નાંખીને બેસતો, ધીમે- ધીમે તેણે દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો, ત્યારબાળ નાના-નાના સ્મગલરોને સાથે લઈને તેણે મોટી ગેંગ બનાવી હતી. અત્યારે એ અમદાવાદનો માફિયા કિંગ હતો. પૂરાં અમદાવાદમાં તેનો જ દારૂ વેચાતો. મોટા ઉધોગપતિઓ પાસેથી એ હપ્તા ઉઘરવાતો અને પોલિસતંત્રને ઇશારાઓ પર નચાવતો. બે દિવસ પહેલાં જ બાદશાહે દારૂનું એક મોટું કન્ટેનર ઉતાર્યું હતું. ખબરીઓનાં કહ્યા મુજબ આ કન્ટેનર કાલુપુરમાં જ ઉતર્યું હતું. આ