પ્રતિશોધ - ડૉ. સ્મિતા ત્રિવેદી

  • 2.6k
  • 564

૧. પ્રતિશોધ શાની શોધ છે મને, એની શોધ કરું છું, મારી સામે જ પ્રતિશોધ કરું છું. ક્યારેક તો મને જ ક્રોસ પર જડી છે, ભગવાન સાથે ઝગડો કર્યા કરું છું. સંબંધોના અરિસામાં ઝાંખ્યા પછી, ટૂકડાઓમાં ખોટું સ્મિત કરું છું. શબ્દોના શીખરે પહોંચ્યા પછી, અર્થ-અનર્થોની ખીણ કરું છું. જીવન નિરંતર પોતાની ખોજ છે. પણ જીવાતું જીવન મંજૂર તો હોતું જ નથી. અને ભીતર બહાર એક ખેંચતાણ રહ્યા કરતી હોય છે. ૨. સંપૂર્ણ આઝાદી જરીક દરિયો ઓળંગી લેવો જોઇએ. કિનારે કિનારે ય ભેદ કેવા કેવા હોય છે? ન ડૂબવાનો ડર, ને વળી તરવાનો આનંદ