માનવ જીવનનું સર્વોત્તમ ટોનિક - હાસ્યહાસ્ય એ માનવ જીવનની શ્રેષ્ઠ લાગણી છે, કે જે ઈશ્વરે પ્રદાન કરી છે. હાસ્ય સર્વ શ્રેષ્ઠ દવા છે તથા જીવનમાં સકારાત્મક કંપનો ની અનુભૂતિ કરાવનાર અસરકારક પરિબળ છે. માનવ જીવનની સફળતાનો મંત્ર છે....હસવું - હસાવવું અને હસી કાઢવું. જીવન યાત્રામાં નિર્મળ હાસ્યથી પીડા, તાણ અને સંઘર્ષનું નિવારણ થાય છે. બીજાને કે અન્યને હસાવવા થી તે તનાવમુક્ત બને છે તેમજ તેનામાં સરળતા અને સહજતા ભર્યો આત્મવિશ્વાસ પ્રગટે છે. અને જે વસ્તુ અથવા વાત ના ગમતી હોય તેને મન ઉપર લીધા વિના હસી કાઢવાથી તન અને મન બોજમુક્ત તથા ભાર રહિત થઈ જાય છે. હળવાશ અને મોકળાશ નો