કલાકાર - 19

(92)
  • 5.3k
  • 5
  • 2.5k

કલાકાર ભાગ – 19લેખક – મેર મેહુલ આરાધના મારી સામે ઉભી હતી. ગઈ કાલે વાત થઈ હતી એ મુજબ હું સમયસર તેને પિક કરવા પહોંચી ગયો હતો. એ નેવી બ્લ્યૂ ડ્રેસમાં હતી, લંબગોળ આકર્ષક અને ગોરા ચહેરા પર જૂજ માત્રામાં કહી શકાય એવો મેકઅપ હતો, જ્વેલરીમાં પણ માત્ર નાકમાં ચૂક, કાનમાં લાંબા ઈયરિંગ્સ અને કપાળ વચ્ચે લાંબી બ્લ્યુ બિંદી હતી. તેનાં ખુલ્લાં વાળ કમર સુધી પહોંચી ગયાં હતાં. કમરેથી કાપો લેતો તેનો ડ્રેસ કમર નીચેની બોડી ફિટ લેગીસને દ્રશ્યમાન કરતો હતો. ડાબા પગમાં એ જ કાળો દોરો હતો, જેને બાંધવાનું રહસ્ય આજ સુધી કોઈ પુરુષ જાણી નથી શક્યો.