કલાકાર - 21

(90)
  • 5.4k
  • 8
  • 2.5k

કલાકાર ભાગ – 21લેખક - મેર મેહુલ“તું સમજતી કેમ નથી ?, હું જે કામ કરૂં છું તેમાં મારે જીવ હથેળીમાં લઈને ફરવાનું હોય છે. આ તો મામૂલી ઘાવ છે” હું આરધનાને સમજાવતો હતો. હું સર્કીટ હાઉસમાં બેડ પર સૂતો હતો. મારાં હાથમાં પાટો બાંધેલો હતો. બીજો પાટો ગાળામાં વીંટાળીને હાથ સાથે બાંધવામાં આવ્યો હતો. આરધના ક્યારની મારી સાથે ઝઘડતી હતી. હું તેને સમજાવવા મથતો હતો.“મામૂલી લાગે છે તને ?, બે ઈંચ સુધી ગોળી પેસી ગઈ છે અને સારું થયું હાથમાં ગોળી લાગી છે. બીજે ક્યાંય લાગી હોત તો ?”“તો શું થાત ?, હું પરલોક સિધાવી જાત” મેં હસીને કહ્યું. તેણે