પ્રણયભંગ ભાગ – 17

(82)
  • 4.5k
  • 6
  • 2.6k

પ્રણયભંગ ભાગ – 17 લેખક - મેર મેહુલ ચોમાસાનો પહેલો વરસાદ આ વર્ષે રાત્રે વરસ્યો હતો.સવારે ભીંની માટીની સુગંધ વાતાવરણને ખુશનુમા બનાવી ગઈ હતી. સૌ કોઈ આ વાતવરણનો આનંદ માણી રહ્યું હતું પણ અખિલ જ એક એવો વ્યક્તિ હતો જે ખુશ નહોતો. એક તરફ એ સિયાની સાથે રહેવા જવાનો એ વાતથી ખુશ હતો તો બીજી તરફ ચિરાગનાં અણધાર્યા આગમનને કારણે એ દુઃખી હતો. સવારે સિયાને મળ્યાં વિના એ ઑફિસે ચાલ્યો ગયો હતો. તેણે સિયાને મૅસેજ કરી સાંજ સુધીમાં ઘર ખાલી કરી આપશે એવો મૅસેજ કરી દીધો હતો. અખિલ માટે હવે જોબનું આ છેલ્લું અઠવાડિયું હતું, એ પછી