પ્રણયભંગ ભાગ – 18 લેખક - મેર મેહુલ ઇર્ષ્યા સંબંધોમાં લૂણો લગાવવાનું કામ કરે છે. જેવી રીતે મીઠું લાગવાથી વસ્તુમાં સડો લાગી જાય છે એવી જ રીતે ઈર્ષ્યા, શંકા, ગેરસમજને કારણે સંબંધ સડવા લાગે છે. જો આ સડો દૂર કરવામાં ન આવે તો સંબંધ ટકી શકતો નથી. અખિલ અને સિયાનાં સંબંધમાં અજાણતાં આ સડો પેસવા લાગ્યો હતો. અખિલને ચિરાગથી ઈર્ષ્યા થવા લાગી હતી જેને કારણે સિયા અને અખિલ વચ્ચે નાના-મોટા ઝઘડા થવા લાગ્યાં હતાં. ઝઘડા વિનાનો સંબંધ, સંબંધ ના કહેવાય પણ જે ઝઘડાનું સમાધાન નથી થતું એ ઝઘડા વંઠી ગયેલા ઘાવ સમાન થઈ જાય છે. વારંવાર એ ઝખ્મો