સુંદરી - પ્રકરણ ૩૬

(87)
  • 4.6k
  • 6
  • 3k

છત્રીસ કિશનરાજે પછી સુંદરીને નમસ્તે કર્યા જેના વળતા જવાબમાં સુંદરીએ પણ પોતાના ચિતપરિચિત સ્મિત સાથે નમસ્તે કર્યા. ત્યારબાદ કિશનરાજે પોતાનો જમણો હાથ લાંબો કરીને તમામને બેસવા જણાવ્યું. “તમે બધાએ ચ્હા-નાસ્તો કર્યાં?” ચારેય જણે પોતપોતાના સ્થાન ગ્રહણ કર્યા બાદ કિશનરાજે સોનલબા સામે જોઇને પ્રશ્ન કર્યો. “પપ્પા, અમે લોકો હજી હમણાં જ આવ્યાં. અસ્લમભાઈને મેં કહી દીધું છે.” સોનલબાએ જવાબમાં કહ્યું. “સરસ. બોલો શું પ્રોબ્લેમ છે? મને આમ અચાનક જ મળવાનું કીધું એટલે આઈ એમ શ્યોર કે પ્રોબ્લેમ કોઈ નાનોમોટો તો નહીં જ હોય.” એક તો અમદાવાદ જેવા મોટા શહેરના કમિશનર અને ઉપરથી અનુભવી એવા કિશનરાજે મુદ્દા પર આવતાં કહ્યું. કિશનરાજે