કૃષ્ણ દિવાની અમી

(19)
  • 3.5k
  • 828

કૃષ્ણ હસે છે.....હાથમાં સુદર્શન લઈને ઉભેલો કૃષ્ણ, વાંસળી પકડીને અંદરથી ક્યાંક હસે છે, રાધાને વ્હાલી વાંસળી વગાડતા, હ્ર્દયમાં આહ ભરે છે, અંદરથી હસે છે. ભેરુ સંગ ખેલતો, યમુનાનાં કાંઠડે, ગેડીદડો યાદ કરી, અંદરથી હસે છે, અક્રૃરજી પધાર્યા, મથુરા લઈ ચાલ્યા, બધાના સ્નેહને યાદ કરીને, અંદરથી હસે છે. વસુદેવ, દેવકીને મળ્યા, આનંદ પામ્યા, નંદ, યશોદાને યાદ કરીને, અંદરથી હસે છે. ગોપીના હાથનાં, માખણ મિસરી, બત્રીસ પકવાન છે, અંદરથી હસે છે. નથી ભુલ્યો ગોકુળ, નહિ વૃંદાવન, કુંજ ગલીઓની મસ્તી, અંદરથી હસે છે. દ્વારિકનો રાજા, સુવર્ણ નગરી, કદમ કેરી ડાળીઓને, અંદરથી હસે છે. હૃદયની પટરાણી તો રાધા જ છે. દ્વારકાની રૂકમની, અંદરથી હસે