સુંદરી - પ્રકરણ ૩૭

(86)
  • 5.1k
  • 4
  • 3k

સાડત્રીસ “શ્યામભાઈ...” સુંદરીના હોઠમાંથી નીકળી પડ્યું! “તમે ઓળખો છો આ શામભાઈને? નવાઈ કહેવાય!” કિશનરાજ ચોંકીને બોલ્યા. “આ...આ...આ... મારો ભાઈ છે, મારા મોટાભાઈ અને એનું નામ શ્યામ છે, શામભાઈ નહીં.” સુંદરી હજી પણ કિશનરાજે તેની સામે ધરેલા મોબાઈલ ફોન સામે જોઇને બોલી રહી હતી. સુંદરીનું શ્યામ ઉર્ફે શામભાઈ એનો ભાઈ છે એ સાંભળીને કિશનરાજ સાથે વરુણ અને સોનલબા પણ આશ્ચર્યચકિત થઇ ગયા અને ફાટેલી આંખે સુંદરી સામે જોવા મળ્યા. સુંદરી સોફા પર બેઠી હતી પણ તેમ છતાં તે સોફાના પીઠને ટેકો આપતા ભાગ પર રીતસર ફસડાઈ પડી. એની આંખો ચકળવકળ થવા લાગી, એણે સોફાના બંને હાથ જોરથી પકડી લીધા. વરુણ