હમેં તુમસે પ્યાર ઇતના - 7

(17)
  • 2.8k
  • 3
  • 1.1k

પ્રકરણ- સાતમું/૭હવે સમય થયો વહેલી સવારના ૪:૨૫.પાણીની બોટલ લઈને લલિત મેઘના પાસે આવ્યો, મેઘનાને બોટલ આપી,મેઘનાએ પાણી પીધું.પછી બેડપર મેઘનાની બાજુમાં બેસીને સામે જોઈને બોલ્યો,‘મેઘના હવે આપણે રોજ ઝેર પીશું, તું, હું અને તારું આવનારું બાળક.’ આટલું બોલીને સોફા પર જઈને સુઈ ગયો. જાણે કોઈ પંખી તનતોડ મહેનત કરી, એક એક તણખલું વીણી વીણીને તેનો મનગમતો માળો બનાવે, તેમ શબરીના બોરની માફક ચૂંટીને, સંઘરીને ગુંથી રાખેલી લલિતની શ્રદ્ધાના ધાગામાં પોરવેલા સપનનાની માળાના મણકા દગાના એક જ ઝાટકે તુટતાં, એક એક મણકા આંખના પલકારામાં વેરવિખેર થઈ ગયા. અને એ જાનલેવા ઝટકાની ઝણઝણાટથી લલિત છેક સવાર સુધી કાંપતો રહ્યો. આંખ ખુલ્લી ત્યારે બેડ પર