પવનચક્કીનો ભેદ - 3

(22)
  • 4k
  • 3
  • 1.9k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૩ : તાર ન પહોંચે એટલે ! મોટાં માસીના ઘરમાં કેપ્ટન બહાદુર અને કમળા હંમેશા રસોડામાં જ હોય, એટલે ત્રણે છોકરાંઓએ રસોડાના બારણા ભણી દોટ મૂકી. રસોડાનાં ખુલ્લાં બારણામાં થઈને ત્રણે જણાં અંદર કૂદી ગયાં. અંદર અંધારું હતું. રામે સ્વીચ શોધી કાઢી. દાબી. વીજળીના દીવાનું અજવાળું આખા રસોડામાં ફેલાઈ ગયું. છોકરાંઓએ બૂમો પાડવા માંડી. માસીના નામની, કેપ્ટન બહાદુરના નામની, કમળાના નામની બૂમો પાડી. પણ કશો જવાબ ના મળ્યો. રસોડામાં કોઈ નહોતું. નીચેના માળે કોઈ નહોતું. થોડીક વધુ બૂમો પછી સમજાઈ ગયું કે ઉપલા માળે પણ કોઈ નહોતું. વરસાદ સખત વરસવા લાગ્યો હતો. નેવાનાં