પ્રણયભંગ ભાગ – 21 લેખક - મેર મેહુલ “આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?” અખિલે સેન્ડવીચનું બાઈટ લઈને કહ્યું. “રીસ મેગોસ ફોર્ટ” સિયાએ માત્ર કૉફી મંગાવી હતી, “નોર્થ ગોવામાં દરિયાની પેલે પાર છે” “મજા આવશે” અખિલે કહ્યું. રીસ મેગોસ ફોર્ટનો ઉદ્દભવ ઇ.સ.1493 માં બીજપુરની આદિલ શાહની સશસ્ત્ર ચોકી તરીકે થયો હતો. ઇ.સ.1541 માં બર્દેઝવાએ પોર્ટુગીઝો દ્વારા વિજય મેળવ્યો ત્યારે આ કિલ્લો ચર્ચ સાથે બનાવવામાં આવ્યો હતો.ઇ.સ.1900 થી, તેણે તેની રક્ષણાત્મક ભૂમિકા ગુમાવી દીધી હતી અને જેલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, છેવટે 1993 માં તેનો ત્યાગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ ફોર્ટ ખંડેર બની ગયો હતો.આ કિલ્લા પર પુન:સ્થાપનનું