સાતથી દસનો શૉ...

(13)
  • 2.3k
  • 800

"શ્યામ ,કાલ તારી વીસ વર્ષની સજાનો છેલ્લો દિવસ, તારા સારા વર્તનના કારણે તને એક વરસ વહેલો છોડવામાં આવ્યો છે." જેલર રઘુવીર વિચારોમાં ખોવાયેલા શ્યામ પાસે આવીને બોલે છે. પરતું શ્યામના ચહેરા ઉપર કોઈ ભાવ નથી આવતા બસ એક નજર જેલર સામે ફેરવી પાછો વિચારોમાં ખોવાય જાય છે. શ્યામની સામે એકવીસ વર્ષ પેહલાની એ ભયાનક સાંજનો ચિતાર આંખ સામે એક ફિલ્મનારીલ જેમ પસાર થવા લાગ્યો. -------------------------------- "મીરા...મીરા....! મારો કોટ એને મારી બૉ-ટાઈ કયાં છે..?" શ્યામ એની પત્નીને બુમ પાડી બોલાવે છે. ટાઈ અને કોટનુ તો ખાલી બહાનું હતુ, પણ આજ શ્યામનો જાદુગર શૉમાં નવો પ્રયોગ કરવાનો હતો જે પહેલીવાર એ એક