ફક્ત તું ..! - 10

  • 2.8k
  • 1.2k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૦ એક દિવસ સવારના પહોરમાં નીલના મોબાઈલ માં રિંગ વાગે છે. સવારના આશરે ૬:૫૦ વાગ્યા છે.નીલ પોતાના ફોન સીધો કાન પર રાખે છે અને હેલો કહે છે. અવની - અરે ઓ કુંભકરણ હવે જાગો. બોવ સુઈ લીધું. અહીં દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી અને તમે હજી સુતા છો હે. ચાલો ચાલો મારા લાડકવાયા નીલજી હવે ઉઠો. નીલ - ( આંખો મિચતા મિચતા ઉભો થાય છે ) અરે અવની તું ? અત્યારે માં ? શુ થયું ? કઇ પ્રોબ્લેમ તો નથી ને ? કઇ હોય તો કહે હું ફટાફટ તારા પાસે પહોંચું !! અવની - અરે ના નીલ કશું નહીં