અમી કાવ્યો... ભાગ --૨

  • 3.1k
  • 1
  • 836

માટી ની કાયા.....મારી કાયાનો ઘડનારો ઇશ્વર લાગે મુજને વ્હાલો, હશે જરૂર મારી ધરતી પર, નવ ફરિયાદ કરું તને. કાયાનો ઘડનારો છે અદ્રશ્ય શક્તિ ધરાવતો, અનુભૂતિનો ધોધ પણ એ કાયા પર રેલાવતો. મારી કાયા ઘડીને અર્પી, મુજ " માં - બાપ" સંગ. સિંચન કર્યું સંસ્કારોનું, કાયા આત્મદીપ સંગ. કાયાને ઘડવામાં છે લાખોનાં આશિષ મુજ પર, સૌની છત્રછાયામાં નિખાર પામી હું કાયા મય. કાયાને ઘડવામાં જાતજાતનું શીખવું પડે, સૌ બને શિક્ષક ને હું શીખતી વિદ્યાર્થી. અનુભવે જ્ઞાન થાય, કાયા ને આત્મા છે અલગ, મનનાં ભીતર દ્વાર ખોલ્યા, આત્મજ્ઞાન લાધ્યું. કાયા છે, કાલે ક્યારે થાશે વિલીન પંચમહાભૂતમાં, જેને ઘડી છે તારી કાયા, સમય