ફરી મળીશું !! - પ્રકરણ - ૬

  • 2.4k
  • 834

ફરી મળીશું !!પ્રકરણ - 6બે મહિના જેટલો સમય વીતી ગયો હતો. અમારું પરિણામ પણ આવી ગયું હતું. અમારા ગ્રુપમાં બધાજ પાસ થઈ ગયા હતા. ઈશા આખી કોલેજ માં ફર્સ્ટ આવી હતી. હું પણ 65% થી પાસ થઈ ગયો હતો. 15 દિવસ નું વેકેશન મળ્યું હતું. મેં ઘરે જવાનું વિચાર્યું, ઘરની યાદ પણ ઘણી આવી રહી હતી. મેં કૃણાલ ને જણાવ્યું તો એ પણ તેના ઘરે જવાની તૈયારીમાં હતો. જેથી હું અને કૃણાલ સાથે જ ગામડે જવા માટે નીકળ્યા. અતુલ અમને રેલવે સ્ટેશન પર મુકવા આવ્યો હતો. આણંદ થી જામનગર સુધી અમે ટ્રેનમાં ટીકીટ કરવી હતી.અમે ટ્રેન ના ડબ્બા માં પ્રવેશ્યો