પ્રણયભંગ ભાગ – 24

(82)
  • 4.7k
  • 3
  • 2.6k

પ્રણયભંગ ભાગ – 24 લેખક - મેર મેહુલ અખિલ રડતો હતો, તેને શાંત કરવા વાળું હાલ કોઈ નહોતું.તેનું નાક વહી રહ્યું હતું, આંખો સોજી ગઈ હતી, પૂરું શરીર કાંપતું હતું. વ્યક્તિ સતત એક કલાક રડે ત્યારે કદાચ આવું થતું જ હશે. અખિલે કેટલાં સપનાં જોયાં હતાં, એ બધાં સપનાં વિશે હાલ એ વિચારી રહ્યો હતો, ‘ હું મામલતદાર બનીશ પછી સિયાને લગ્ન માટે પ્રપોઝ કરીશ અને સિયા કુદીને મને ગળે વળગી જશે.સિયા એક વિધવા છે એનું કલંક ભૂંસાઈ જશે અને તેની ગોદમાં એક મારું બાળક હશે. અમે સિત્તેર વર્ષના થશું ત્યારે પણ એકબીજાને એટલો જ પ્રેમ કરીશું.