હમેં તુમસે પ્યાર ઇતના - 8

(23)
  • 3.1k
  • 1
  • 1.3k

પ્રકરણ- આઠમું/૮‘તમે આવ્યા તે દિવસથી રાજન ગાયબ છે, તેમના પેરેન્ટ્સ પર તે એક ચિઠ્ઠી લખીને જતો રહ્યો છે. તેના પેરેન્ટ્સ પણ તેને શોધે છે. પણ કોઈ જ ભાળ મળતી નથી.’રાજનના આવાં અકલ્પિત રીએક્શનનો સંદેશો મળવાથી મેઘનાના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેને ચિંતા એ હતી કે જો કદાચને તેના પેરન્ટ્સ પોલીસ કપ્લેઈન કરશે.... તો તો કોલ ડીટેઇલના આધારે આ રમખાણનો રેલો તેના ઘર અને મીડિયા સુધી પહોંચશે. અને તેણે આપેલા બલિદાનની સાથે સાથે આબરૂના પણ લીરે લીરાં ઉડે જશે એ અલગથી. હવે ? શું કરવું ? કોને કહેવું ? ગભરાતાં ગભરાતાં સુકાતા ગળે બોલી.‘સરફરાઝ...એ ગયો ત્યારે તમારી જોડે કંઈ વાત થઇ હતી