ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-28

(109)
  • 5.8k
  • 5
  • 3.6k

કોર્પોરેટ એવીલ પ્રકરણ-28 શ્રોફે અનુપ ઇન્ડસ્ટ્રીઝ અનુપ સર અને અમોલની બધી વાત કરી એમનાં કુટુંબ અને ઇજ્જતની વાત કરીને નીલાંગીને સમજાવી દીધુ કે એ અનિશા મોડલ જ ચરિત્રહીન હતી. નીલાંગીને અનુપ ઇન્ડસ્ટ્રીઝની ફાઇલ આપી અભ્યાસ કરવા કહ્યું અને પછી નીલાંગીની સામે જોઇ રહ્યાં. નીલાંગીએ કહ્યું "ઓકે સર હું સ્ટડી કરી લઇશ. પછી શ્રોફે કહ્યું "જો નીલાંગી તારાં ફાધરનાં મિત્ર મારાં પણ ખાસ મિત્ર છે એટલે તારાં પર ભરોસો રાખીને આ ફાઇલ આપુ છું એમાં ઘણાં પર્સનલ ટ્રાન્ઝેકશન થયેલાં છે એમનાં દેશ પરદેશમાં વહીવટ ચાલે છે મહારાષ્ટ્ર ગર્વમેન્ટ અને સેન્ટ્રલ ગર્વમેન્ટ સાથે પણ ધંધાકીય કામકાજ છે. ખૂબ પહોચેલાં લોકો છે આમાંથી કોઇ