વુલ્ફ ડાયરીઝ - 4

(32)
  • 3k
  • 2
  • 1.9k

અચાનક જ રોમીએ બ્રેક મારીને કાર રોકી. રોમી અને રેડિઓ બંને ગીત ગાતા બંધ થઇ ગયા. હજુ હમણાં જ અમે બંને ખુશીમાં હતા અને અત્યારે એક નવી મુસીબત અમારી સામે આવી ગઈ હતી. “શું થયું?” મને કોઈક સ્ત્રીની ચીસ સંભળાઈ. “કોઈક છોકરી અચાનક કાર સામે આવી ગઈ છે.” રોમીએ ગભરાતા મને કહ્યું. “જલ્દી ઉતર..” કહીને હું કારમાંથી નીચે ઉતરવા લાગ્યો. “તું પાગલ છે શ્લોક? આપણએ કોઈ કારાણ વગર જ આ લફડામાં ફસાઈ જઈશું. તું થોડો સમજવાનો પ્રયત્ન કર. આપણએ અહીથી ભાગી જવું જોઈએ. નહિ તો આખું જીવન કોર્ટ કચેરીમાંથી ઊંચા નહિ આવીએ.” હજુ સુધી કારનું સ્ટેરીંગ પકડી રાખેલા રોમીએ કહ્યું.