વેધ ભરમ - 25

(184)
  • 8.4k
  • 7
  • 5.2k

રિષભની જીપ કામરેજ તરફ દોડી રહી હતી. સવારે રિષભ પર હેમલનો ફોન આવેલો કે નિખિલ કામરેજ પાસે હોટલ પેસીફિક ઇનમાં છે એવા ન્યુઝ મળ્યા છે. અમે ત્યાં જઇએ છીએ.” આ સાંભળી રિષભે કહ્યું “ઓકે, તમે ત્યાં પહોંચી મારી રાહ જુઓ. હું પણ નીકળુ જ છું.” રિષભ જ્યારે હોટલ પર પહોંચ્યો ત્યારે હેમલ, અભય અને વસાવા ત્રણેય સિવિલ ડ્રેસમાં તેની રાહ જોઇ રહ્યા હતા. રિષભ જીપમાંથી ઉતર્યો એ સાથે જ હેમલે કહ્યું “નવ્યાના ફોન પર બે ત્રણ દિવસથી એક નંબર પરથી મિસકોલ આવતો અને પછી નવ્યા પી.સીઓમાં જઇ તે નંબર પર કોલ કરતી. અમે આ કોલ વિશે તપાસ કરી તો