VEDH BHARAM - 25 in Gujarati Novel Episodes by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 25

વેધ ભરમ - 25

રિષભની જીપ કામરેજ તરફ દોડી રહી હતી. સવારે રિષભ પર હેમલનો ફોન આવેલો કે નિખિલ કામરેજ પાસે હોટલ પેસીફિક ઇનમાં છે એવા ન્યુઝ મળ્યા છે. અમે ત્યાં જઇએ છીએ.” આ સાંભળી રિષભે કહ્યું “ઓકે, તમે ત્યાં પહોંચી મારી રાહ જુઓ. હું પણ નીકળુ જ છું.”

રિષભ જ્યારે હોટલ પર પહોંચ્યો ત્યારે હેમલ, અભય અને વસાવા ત્રણેય સિવિલ ડ્રેસમાં તેની રાહ જોઇ રહ્યા હતા. રિષભ જીપમાંથી ઉતર્યો એ સાથે જ હેમલે કહ્યું “નવ્યાના ફોન પર બે ત્રણ દિવસથી એક નંબર પરથી મિસકોલ આવતો અને પછી નવ્યા પી.સીઓમાં જઇ તે નંબર પર કોલ કરતી. અમે આ કોલ વિશે તપાસ કરી તો ખબર પડી કે તે કામરેજ વિસ્તારના પી.સી.ઓનો નંબર છે. એટલે બે ત્રણ દિવસથી આ પી.સી.ઓ પર વોચ ગોઠવી હતી. આજે સવારે અમને મેસેજ મળ્યો કે તે કોલ કરનાર નિખિલ જ છે અને તે હોટલ પેસીફિકમાં રોકાયો છે.”

આખી વાત સાંભળી રિષભે કહ્યું “ઓકે ગુડ જોબ. ચાલો હવે કોઇ જાતના ઉહાપોહ વગર તેને ઉઠાવી લેવાનો છે.” આટલુ બોલી રિષભ હોટલમાં એન્ટર થયો અને રિસેપ્શન પર જઇ કહ્યું “સુરત શહેરનો એસ.પી રિષભ ત્રિવેદી છું. તમારી હોટલમાં એક માણસ રોકાયો છે તેના વિશે માહિતી જોઇએ છે.”

આ સાંભળી રિશેપ્શન પર બેઠેલી છોકરી ઊભી થઇ ગઇ અને બોલી “ઓકે સર, હું તમને કઇ રીતે મદદ કરી શકુ?”

આ સાંભળી રિષભે હેમલ સામે જોયુ એટલે હેમલ આગળ આવ્યો અને રિસેપ્શનિસ્ટ સાથે વાત કરવા લાગ્યો. પાચેક મિનિટ વાત કર્યા બાદ હેમલ રિષભ પાસે આવ્યો અને બોલ્યો “સર, નિખિલ ફર્સ્ટ ફ્લોર પર રુમ નંબર-107માં છે. રિસેપ્શનિસ્ટ રુમની બીજી ચાવી આપે છે.”

“ઓકે ચાલ, ચાવી લઇલે.” એમ કહી રિષભ ફર્સ્ટ ફ્લોર તરફ આગળ વધ્યો. તેની પાછળ પાછળ હેમલ અભય અને વસાવા પણ આગળ વધ્યા. રિષભ રુમ નંબર-107 પર પહોંચ્યો અને ઇશારાથી હેમલને રુમ ખોલવા કહ્યું. રિષભે ચાવીથી દરવાજો ખોલ્યો એ સાથે જ રિષભે દરવાજાને લાત મારી અને અંદર ઘુસી ગયો. નિખિલ બેડ પર સુતો હતો પણ આ રીતે રિષભને અચાનક અંદર આવેલો જોઇને તે ડરી ગયો અને બેડ પરથી ઊભો થઇ ગયો.

રિષભે ગન ખેંચી કાઢી અને નિખિલ તરફ તાકતા બોલ્યો “નિખિલ, ડોન્ટ મૂવ. યુ આર અંડર અરેસ્ટ.” આ સાંભળી નિખિલ ખૂબ જ ડરી ગયો. તેને કંઇ સમજ ના પડી કે પોલીસ તેના સુધી કઇ રીતે પહોંચી ગઇ. તે પૂતળાની જેમ ઊભો જ રહ્યો. હેમલે આવીને તેનો હાથ પકડ્યો અને બોલ્યો “ચાલ ભાઇ તારો ખેલ ખતમ થઇ ગયો. હવે અમારો વારો આવ્યો છે.”

પાંચ મિનિટ પછી બે જીપ કામરેજથી સુરત તરફના રસ્તા પર દોડી રહી હતી. એક જીપમાં અભય હેમલ અને વસાવા નિખિલને લઇને જઇ રહ્યા હતા. તે જીપની પાછળ જ બીજી જીપમાં રિષભ તેના ડ્રાઇવર સાથે જઇ રહ્યો હતો. આજે નિખિલ પક્ડાઇ ગયો તે આ કેસની એક મોટી સફળતા હતી. રિષભને લાગ્યુ કે હવે આ કેસ ઝડપથી સોલ્વ થશે. દસ મિનિટ પછી ઉમરા પૉલીસ સ્ટેશન પર પહોંચી નિખિલને લોકઅપમાં પૂરી દીધો અને બધા રિષભની ઓફિસમાં બેઠા એટલે રિષભે કહ્યું “ઓકે, હવે મોડુ કરવાની જરુર નથી. હેમલ તુ એક લેડી કોન્સ્ટેબલને સાથે લઇ જા અને નવ્યાને અરેસ્ટ કરી લે.” આટલુ બોલી રિષભે અભય સામે જોઇને કહ્યું “અભય તુ પણ એક લેડી કોન્સ્ટેબલને લઇને શ્રેયાને અરેસ્ટ કર.”

આટલુ બોલી તે થોડો રોકાયો અને પછી બોલ્યો “પહેલા આજે આ બધાની પૂછપરછ કરી લઇએ. કાલે એવુ લાગશે તો શિવાનીને અરેસ્ટ કરીશું.”

રિષભે વાત પૂરી કરી એટલે અભય, હેમલ અને વસાવા બહાર નીકળી કામે લાગી ગયા.

કલાક પછી અભય અને હેમલ નવ્યા અને શ્રેયાને અરેસ્ટ કરી લઇ આવ્યા. બંનેની આંખોમાં હવે ડર દેખાઇ રહ્યો હતો. રિષભે તે ત્રણેયને અલગ અલગ રુમમાં રાખ્યા અને પછી હેમલને કહ્યું “હવે આ ત્રણેયની પૂછપરછ સાંજે જ કરવાની છે ત્યાં સુધી કોઇને મળવાનું નથી. રિષભ સાયકોલોજીકલી તે લોકોને ટોર્ચર કરવા માંગતો હતો. તે લોકોને ડર અને અનિશ્ચિતતા વચ્ચે થોડો સમય રાખવા માંગતો હતો જેથી તે માનસિક રીતે નબળા પડે અને પ્રશ્નોના જવાબ સાચા આપે.

બધા બેઠા એટલે રિષભે કહ્યુ “આ બધાની અલગ અલગ પૂછપરછ કરીશુ એટલે બધુ બહાર આવી જશે. એક કામ કરો હવે આ લોકોની એન્ટ્રી રજીસ્ટરમાં કરી દો. તેની પૂછપરછ સાંજે કરીશું.”

સાંજે રિષભે પુછપરછની શરુઆત નિખિલથી જ કરી.

નિખિલ તો એટલો બધો ડરી ગયો હતો કે રિષભે તેની પાસે ગયો એ સાથે જ રડતા રડતા બોલવા લાગ્યો “સાહેબ મે દર્શન સરનું ખૂન નથી કર્યુ. મને છોડીદો પ્લીઝ.”

તેની હાલત જોઇને રિષભને સમજાઇ ગયુ કે જો હવે વધુ પ્રેશર આપીશુ તો નિખિલની હાલત ખરાબ થઇ જશે એટલે રિષભે એક કોન્સ્ટેબલને બોલાવી નિખિલને પાણી પીવડાવ્યુ. પાણી પીધા પછી તે શાંત થયો એટલે રિષભે કહ્યું “જો નિખિલ તુ જે રીતે ફરાર થયો છે તે જોતા તો તુ જ ગુનેગાર સાબિત થાય છે. આમ છતા જો તુ મારા બધા પ્રશ્નોના જવાબ સાચા આપીશ અને બધી જ માહિતી આપી દઇશ તો હું તને મદદ કરીશ. હવે નક્કી તારે કરવાનુ છે કે જેલ જવુ છે કે સાચુ કહીને છુટવુ છે.”

આ સાંભળી નિખિલ તો એકદમ ગળગળો થઇને બોલ્યો “સાહેબ તમે જે કહેશો તે કરવા હું તૈયાર છુ પણ પ્લીઝ તમે આ કેસમાં મને ફસાવી નહી દેતા.”

આ સાંભળી રિષભે પ્રશ્ન પૂછવાની શરુઆત કરી.

“તારા અને નવ્યાના ખાતામાં પાંચ પાંચ લાખ જમા થયા છે તે ક્યાંથી આવ્યા છે?”

“સર અમે દર્શનને બ્લેક કરવા માટે શ્રેયા સાથેના તેના વિડીઓ ઉતાર્યા હતા. આ વિડીઓની એક સીડી અમે તેને પહોંચાડી હતી અને 15 લાખ રુપીયા માંગ્યા હતા. આ રુપીયા લેવા માટે હું તેના ફાર્મ હાઉસ પર 18 તારીખે રાતે ગયો. હું જ્યારે ફાર્મ હાઉસ પર પહોંચ્યો તો ત્યાં કોઇ નહોતુ એટલે હું ઉપર ગયો. ઉપર જઇ મેં જોયુ તો દર્શન બેડ પર પડ્યો હતો અને તેનુ મોત થઇ ગયુ હતુ. આ જોઇ હું ડરી ગયો અને દર્શનના બેડ પાસે પૈસાનુ એક બેગ પડેલુ હતુ તે લઇ ત્યાંથી નીક્ળી ગયો. આ બેગમાં પંદર લાખ રુપીયા હતા તેમાંથી અમે ત્રણેયે પાંચ પાંચ લાખ રુપીયા લઇ લીધા.”

આ સાંભળી રિષભે કહ્યું “પણ દર્શનની લાશ તો અમને બાથટબમાં પડેલી મળી હતી.”

“ના સર હું ગયો ત્યારે તો લાશ બેડ પર પડેલી હતી.” નિખિલે કહ્યું.

આ સાંભળી રિષભને ફોરેન્સીક લેબના હેડની વાત યાદ આવી ગઇ. તેણે કહ્યુ હતુ કે દર્શનનુ ખૂન મો પર ઓશીકું દબાવી કરવામાં આવ્યુ છે. આ યાદ આવતા જ રિષભને લાગ્યુ કે નિખિલ સાચુ બોલે છે. પણ તો પછી એનો મતલબ એવો થાય કે નિખિલ ફાર્મહાઉસમા ગયો ત્યારે ત્યાં ખૂની પણ હાજર હતો. અને નિખિલના ગયા પછી ખૂનીએ લાશ ને બાથટબમાં મુકી. આ વાત મગજમાં આવતા જ રિષભે પુછ્યુ “તુ ફાર્મહાઉસમા ગયો ત્યારે ત્યા કોઇ હાજર હોય એવુ બની શકે?”

આ સાંભળી નિખિલ થોડા વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “સાહેબ મે તો ત્યાં કોઇને જોયા નથી.”

“ઓકે તમે ત્રણેયે પૈસાની સરખાભાગે વહેંચણી કરી હતી તો શ્રેયાએ પૈસા કેમ તમારી સાથે સી.ડી એમ.એ મશીનમથી જમા ના કરાવ્યા?”

“તે દિવસે તેની પાસે એ.ટી.એમ કાર્ડ નહોતુ. અને તેણે કહ્યુ કે બધાએ એકસાથે જમા નથી કરાવવા નહીતર પકડાઇ જઇશુ.” નિખિલે સ્પષ્ટતા કરતા કહ્યું.

“આ દર્શનને બ્લેકમેઇલ કરવાનો પ્લાન કોનો હતો?” રિષભે પૂછ્યું.

“પ્લાન તો મે અને નવ્યાએ બનાવ્યો હતો. પછી અમે શ્રેયાને આખો પ્લાન કહ્યો શરુઆતમાં તેણે ના પાડી પણ પછી તે તૈયાર થઇ ગઇ.” નિખિલે સ્પષ્ટતા કરતા કહ્યું.

“આ જે વિડીઓ તમે દર્શનને મોકલ્યા હતા તે તમારી પાસે હતા જ કે તમે પછી બનાવ્યા હતા?” રિષભે આગળ પૂછ્યુ.

“ એક વિડીઓ હતો પણ તે ક્લીઅર નહોતો એટલે શ્રેયાએ દર્શનને તેના ફાર્મહાઉસ પર મળવાનો પ્લાન બનાવ્યો અને અમે રેકોર્ડીંગ કરી લીધુ.” નિખિલે ગભરાતા ગભરાતા કહ્યું.

“શ્રેયાને તેના આવા વિડીઓ બનાવવામાં કોઇ વાંધો નહોતો.” રિષભે થોડીક કડકાઇથી પૂછ્યું.

“સાહેબ પહેલા તો તૈયાર નહોતી થઇ પણ પછી નવ્યાએ તેને સમજાવી એટલે તે માની ગઇ.” આ બોલતી વખતે નિખિલ નીચુ જોઇ ગયો. આ જોઇ રિષભે કહ્યું “જો અમે શ્રેયા અને નવ્યાને પણ અહીજ પુછપરછ માટે લાવ્યા છીએ. જો તે કંઇ ખોટુ કહ્યુ છે એવી ખબર પડશે તો પછી તને કોઇ નહીં બચાવી શકે.”

આ સાંભળી નિખિલ એકદમ ચૂપ થઇ ગયો. આ જોઇ રિષભે ફરીથી પુછ્યુ “સાચે સાચુ કહે કે શ્રેયાને તેના વિડીઓ ઉતારવા માટે કઇ રીતે મનાવી?”

આ સાંભળી નિખિલ થોડીવાર રોકાયો અને પછી બોલ્યો “સાહેબ અમારી પાસે તેનો એક વિડીઓ હતો તે બતાવી અમે તેને ધમકી આપી કે જો તુ અમે કહીએ તેમ નહી કરે તો આ વિડીઓ અમે વાઇરલ કરી દઇશુ, પણ સાહેબ અમે એવુ કશુ કર્યુ નથી અમે તો શ્રેયાને તેના ભાગના પૈસા પણ આપ્યા અને તે વિડીઓ પણ અમે પછી ડીલીટ કરી નાખ્યો.” આ સાંભળી રિષભને નિખિલ પર ગુસ્સો આવ્યો પણ અત્યારે નિખિલ પાસેથી માહિતી કઢાવવી હતી એટલે તે કંઈ બોલ્યો નહી.

“આ કામમાં તમારા ત્રણ સિવાય કોઇ તમારી સાથે હતુ?”

“ના સાહેબ અમે ત્રણ જ હતા.”

“તે ખૂન નહોતુ કર્યુ તો તુ ફરાર કેમ થઇ ગયો હતો?” રિષભે પૂછ્યું.

“સર, મને નવ્યાએ ફોન પર કહ્યુ હતુ કે તમે મારા વિશે પૂછપરછ કરતા હતા. તેને લીધે હું ગભરાઇ ગયો હતો.”

ત્યારબાદ રિષભે નવ્યાની પૂછપરછ કરી અને પછી છેલ્લે શ્રેયાને પુછપરછ માટે તેની ઓફિસમાં બોલાવી. શ્રેયા પણ નવ્યા અને નિખિલની જેમ ડરેલી હતી. તે આવીને ઊભી એટલે રિષભે તેને બેસવા કહ્યું.

શ્રેયા ડરતા ડરતા બેઠી એટલે રિષભે કહ્યું “તુ તો અમારા ધાર્યા કરતા વધારે ચાલાક નીકળી.”

આટલુ બોલી રિષભ રોકાયો પણ શ્રેયા કઇ બોલી નહી એટલે રિષભે પ્રશ્ન પુછવાની શરુઆત કરતા કહ્યું

“હા તો મિસ શ્રેયા. દર્શન તને બ્લેક મેઇલ નહોતો કરતો પણ તુ દર્શનને બ્લેક મેઇલ કરતી હતી બરાબર ને?”

આ સાંભળી શ્રેયા રડવા લાગી અને બોલી “સર આ નિખિલ અને નવ્યા પાસે મારો અને દર્શનનો એક વિડીઓ હતો એટલે તે લોકોએ મને તે વિડીઓ વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી એટલે મારે ના છુટકે તે કામ કરવુ પડ્યુ.”

“તો પછી તે જ્યારે અમે તને મળવા આવ્યા ત્યારે આ વાત કેમ ના કહી? કે પછી પાંચ લાખ રુપીયા જોઇને બુદ્ધી બગડી ગઇ હતી?”

“ના સર પણ હું ડરી ગઇ હતી કે તમે મને જ ગુનેગાર માની લેશો.”

આ સાંભળી રિષભે મનોમન શ્રેયાની એક્ટીંગની પ્રશંસા કરી અને બોલ્યો “હા તો શ્રેયા તને કેટલા રુપીયા નિખિલે આપ્યા હતા?”

“ પાંચ લાખ રુપીયા.” શ્રેયાએ કહ્યુ.

“તો પછી 21 તારીખે તારા ખાતામાં દશ લાખ રુપીયા કેમ જમા થયા?” રિષભે પૂછ્યુ.

આ સાંભળી શ્રેયા ચોંકી ગઇ પણ તરત જ તેણે કહ્યું “સર, મને તો ખબર જ નથી કે મારા ખાતામાં દશ લાખ રુપીયા જમા થયા છે. હું તો પછી બેંકમાં ગઇ જ નથી.”

આ સાંભળી રિષભને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે એક મહિલા પોલીસને બોલાવી અને કહ્યુ “આને લઇ જાઓ અને થોડીવાર માટે સારી રીતે મહેમાન નવાઝી કરો.” આ સાંભળી પેલી મહીલા ઓફિસર શ્રેયા પાસે આવી. તેને જોઇને જ શ્રેયા ડરી ગઇ અને બોલી “સર પ્લીઝ એવુ નહી કરો હું તમને બધુ જ સાચુ કહી દઇશ.” આ સાંભળી રિષભે પેલી મહિલા ઓફિસરને ઇશારાથી રોકી દીધી અને બોલ્યો “જો હવે સહેજ પણ ચાલાકી કરવાની કોશિષ કરી છે ને તો આજનો દિવસ તારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ સાબિત થશે. ચાલ ફટાફટ બોલ તે પૈસા તારા ખાતામાં કોણે જમા કરાવ્યા છે?”

ત્યારબાદ શ્રેયાએ જે વાત કરી તે સાંભળી રિષભ ચોંકી ગયો.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

Rate & Review

Vishwa

Vishwa 7 months ago

Saroj Bhagat

Saroj Bhagat 12 months ago

Nicky Mehta

Nicky Mehta 1 year ago

Bijal Patel

Bijal Patel 1 year ago

Falguni Gajjar

Falguni Gajjar 1 year ago