જીવનસાથી... - 11

(12)
  • 2.6k
  • 1.3k

ભાગ 11ચારે સખીઓ બગીચામાંથી છુટી પડી ઘરે પહોંચે છે. સીમા અને પાયલ તો આખા રસ્તે રેખાના જીવન વિશે ચર્ચા કરે છે. સુહાની પણ રેખા વિશે જ વિચારે છે. હવે આગળ...પાયલ રસ્તામાંથી એના માતા-પિતા માટે દાબેલી પાર્સલ કરાવે છે. સીમા પણ પોતાના બાળકો માટે ઈડલી અનેમેંદુવડાનું પાર્સલ લે છે. રાજ તો બહાર જમવાનો હતો. સીમા તો આજ વાતોથી જ ધરાઈ હતી. આજ એણે ઘણું શિખવા મળ્યું. એ ઘરે આવી તો બાળકો પણ ટ્યુશનમાંથી આવ્યાં. સીમાએ એક અલગ અંદાજથી દિશાંતની નોટબુક લઈને તપાસી. દિયા તો જોતી જ રહી ગઈ કારણ કયારેય પણ એની મમ્મીએ લેશન ચેક નહોતું કર્યું.