બાણશૈયા - 8

  • 2.5k
  • 1
  • 882

પ્રકરણ: ૮ પીડાને માત આપે એવી વેદના: કોલોસ્ટોમી વેદનાને વાચા ખૂટે તો, સપનાઓ આંખે ખૂંચે તો; હૈયામાં હામ ખૂટે તો, ખુદ ખુદને જ લૂટે તો. પીડા તો પચાવી પણ શકાય. પીડાને પચાવતાં તો ઈશ્વર પણ શીખવી શકે. પીડા પેઈનકિલરથી પણ ડામી શકાય.શ્રધ્ધા અને સબુરી પર વિશ્વાસ મૂકી પીડાદાયી સમયને પાર પણ કરી શકીએ. બાધા-આખડી લઈ, ઈષ્ટદેવ પર ભરોસો રાખી, આત્મબળ વધારીને પણ પીડાને માત આપી શકીએ..... પણ વેદના!!! વેદનાનું શું??? જે પોતે જ વ્યાકુળ છે, જે પોતે જ વ્યકત થવા વલખાં મારી રહી છે એનું શું? પીડાની પડખે ખુદ ઈશ્વર ઊભો રહી ટેકો આપે એવો મારો ખુદનો અનુભવ છે અને