Baanshaiya book and story is written by Heena Hemantkumar Modi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Baanshaiya is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બાણશૈયા - Novels
by Heena Hemantkumar Modi
in
Gujarati Moral Stories
બાણશૈયા - એક સંવેદનકથા. આ કથામાં આલેખાયેલ સંવેદના મારી પોતીકી છે. એમાં સંવેદનાની એરણ પર જીંદગીનો એક મુખ્ય તબક્કો જીવ્યાની વાત છે. અહીં વાત ભીંતરમાં બેઠેલ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધેયની છે. વાત સબૂરીની છે. સરળ અને સહજ રીતે પાણીની સપાટીએ સરરર વહેતી જીંદગી જ્યારે કોઈ અણધારી અને અકલ્પનીય ઓથાર નીચે ગૂંગળાય છે ત્યારે માનવી કેવો લાચાર અને વામળો પુરવાર થાય છે એ વાત છે.
બાણશૈયા અર્પણ: મારી અંદર બેઠેલ ઈશ્વરને કેફિયત: બાણશૈયા - એક સંવેદનકથા. આ કથામાં આલેખાયેલ સંવેદના મારી પોતીકી છે. એમાં સંવેદનાની એરણ પર જીંદગીનો એક મુખ્ય તબક્કો જીવ્યાની વાત છે. અહીં વાત ભીંતરમાં બેઠેલ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધેયની છે. વાત સબૂરીની ...Read Moreસરળ અને સહજ રીતે પાણીની સપાટીએ સરરર વહેતી જીંદગી જ્યારે કોઈ અણધારી અને અકલ્પનીય ઓથાર નીચે ગૂંગળાય છે ત્યારે માનવી કેવો લાચાર અને વામળો પુરવાર થાય છે એ વાત છે. શુભત્વનો રંગ કંકુવર્ણ લાલ હોય, લાગણીત્વનો રંગ લીલો હોય, પ્રેમત્વનો રંગ ગુલાબી, અંધકારનો રંગ કાળો હોય. પણ, અહીં વાત છે મારી વેદના અને પીડાની. તો, વેદના અને પીડાનો રંગ કયો
પ્રકરણઃ ૨ વિધિની વક્રતા દરેક માતા-પિતાનાં જીવનમાં સંતાન ‘મા’ ના ગર્ભમાં પાંગરતું હોય ત્યારથી આંખમાં સપનાં આંજવાની કુદરતી પ્રક્રિયા બનતી હોય છે. અમારાં જીવનમાં પણ એ શુભ ઘટનાનો માંડવો રચાયો હતો. ૧૧ માર્ચ ૨૦૦૧નાં દિવસે દીકરા પર્જન્યએ આ સૃષ્ટિ ...Read Moreપ્રથમ વખત શ્વાસ લીધો મારી ગર્ભનાળમાંથી છૂટો પડી. અમારાં પતિ-પત્ની બંનેની પાંપણોએ પર્જન્યના આગમનથી શણગાર સજી હતી. મારું હૈયું ભવિષ્ય માટે વાવેતર કરી સિંચવાનું શરૂ કરી દીધું હતું. દીકરા પર્જન્યને જે કોઈ સગાં-સબંધી રમાડવા આવે એ કાનમાં કહેતાં “બેટા! મોટો થઈને એન્જીનીયર બનવાનું છે.” ને, મારા મન માંડવે સપનાંઓનો મેળો ભરાતો. હું મનોમન હરખાતી અને હાલરડું ગાતી “પર્જન્ય મારો રાજા,
પ્રકરણઃ ૩ સંભવામિ સમયે સમયે આમ તો, આ અગાઉ પણ નાની-મોટી સામાન્ય કહી શકાય એવી ૧૩ સર્જરીસ થઈ ચૂકી હતી. પરંતુ, છેલ્લા દશ મહિનામાં ખૂબ ગંભીર, ગૂંચવાડાભરી ડોકટર્સટીમનાં દાંત ખાટાં કરી નાખનાર મલ્ટીપલ્સ સોળ સર્જરીસ થઈ. ફક્ત દશ જ ...Read Moreઆટ-આટલી પીડા, વેદના, વિટબણાંઓ જીરવતાં કોણ શીખવી ગયું!? જયારે વેન્ટીલેટર પણ જવાબ આપી રહ્યું હતું એવા એક નહિં, બે નહિં, ત્રણ-ત્રણ વખત મારાં ફેફસામાં ફૂંક કોણ ભરી ગયું!? કર્ણપટલ પર મૃત્યુની ઘંટડી વાગી રહી હતી ત્યારે સુમુધુર વાંસળી કોણ વગાડી ગયું!? મારી અધૂરી રહી ગયેલ વાર્તાના છેડાને બીજો છેડો બાંધી કોણ લંબાવી ગયું!? બંને પગોમાં એક્સટર્નલ ફિક્સેટર્સ હાડકામાં અંદર સુધી
પ્રકરણ: ૪ સપ્તમેવ સખા ભવઃ એ ઊર્ફે ફિઝિક્સ ઊર્ફે સ્કૂલ ઊર્ફે સાહેબ ઊર્ફે થીયરી ઊર્ફે M.C.Q. ઊર્ફે દાખલાઓ ઊર્ફે બ્લેક બોર્ડ ઊર્ફે ચોક ઊર્ફે ચશ્મા ઊર્ફે પેન ઊર્ફે બ્લેક શર્ટ ઊર્ફે ગ્રે પેન્ટ ઊર્ફે બેલ્ટ ઊર્ફે ડીઓડરન્ટ ઊર્ફે પરફ્યુમ ...Read Moreહોન્ડાસીટી ઊર્ફે ફ્રેંચકટ ઊર્ફે ડેડી ઊર્ફે મારો હેમુ. આમ તો, સમાજમાં સર્વવ્યાપક અને સર્વસામાન્ય છે કે દરેક પત્નીને પોતાનાં પતિ માટે ફરિયાદ હોય જ. “અમને સમય નથી આપતા, અમારી કાળજી નથી રાખતા.” મને પણ મારા પતિ માટે એવો જ પૂર્વગ્રહ હતો. ૨૮ વર્ષનાં દામ્પત્યજીવનમાં ક્યારેય એમણે મારી કાળજી નથી લીધી. એ એમનાં ફિઝિક્સમાં એવાં તે ગળાડૂબ- ઓતપ્રોત રહેતાં કે જાણે
પ્રકરણ : ૫ મારે રૂદિયે બે કાવ્યો દીકરી જ્યારે પોતાની જનેતાની ‘મા’ બને ત્યારે!!!???- વિચાર માત્રથી રૂંવેરૂંવે કંપારી વ્યાપી જાય. પરતું, એ નિયતી પણ મારા ભાગ્યમાં આલેખાય હતી- ચીતરાય હતી. મારી દીકરી ડૉ. કથક મતલબ મારી વ્હાલુડી, મતલબ મારા ...Read Moreપ્રાણઅંશ, મતલબ મારા આત્માની પ્રાર્થના, મતલબ મારા શ્વાસમાં ભરેલ વાંસળીની ફૂંક, મતલબ મારી કાનુડી. જેના નટખટ સ્વભાવથી હું માતૃત્વને ધન્ય પામી છું. જમીને ક્યારેય પણ ડીશ પણ ન ઊંચકી હોય એ દીકરી પર જ્યારે પોતાની મા ની વ્હાલુડીમાંથી એકાએક ‘મા’ થઈને માવજત કરવાની જવાબદારી આવી પડે ત્યારે!? એ દીકરી પર શું વીતી હશે??? એક દીકરીની સાથોસાથ પોતે ડૉકટર હોવાને કારણે