કિંમત

(16)
  • 1.8k
  • 1
  • 546

વરસાદની એક ઘોર અંધારી રાત અને નર્મદા જિલ્લો... શૂળપાણેશ્વર અભ્યારણની ચેકપોસ્ટ પર...... "સર પ્લીઝ જો આટલી મોટી ઈમરજન્સી ન હોત તો કદાચ ન જાત આવા વરસાદી માહોલમાં અંદર પણ, નસીબ... મારા દીકરાના જીવનનો પ્રશ્ન છે. પ્લીઝ જવા દો. અમે બધી તકેદારી રાખશું. તમારી પર કોઈ પ્રશ્ન ઉભો નહિ થાય પણ પ્લીઝ અમને અંદર જવા દો." "જાણો છો ને કે સતત 2 અઠવાડિયાથી વરસાદ ચાલુ છે. નદી તો પુરજોશમાં છે જ, અને સાથે-સાથે જંગલમાં જાનવરો પણ ભૂખ્યા હશે. જો કોઈ જાનવર આવી ચઢ્યું તો શું કરશો?" ત્યાંનો એક ફોરેસ્ટ અધિકારી બોલ્યો. "એ જાનવરોનો કોળિયો તો કદાચ જ બનશું. પણ કાળનો કોળિયો