સબંધમાં સાળી ને સ્વાદમાં ઘારી..!

  • 4k
  • 1
  • 759

સબંધમાં સાળી ને સ્વાદમાં ઘારી..! શરદપૂર્ણિમા આવી, ને ઘારીના પારણા કરાવી ઝાટકા સાથે ચાલી પણ ગઈ. અમુક તો હજી ઓટલે બેસીને દૂધ-પૌઆના ઓડકાર ખાય છે બોલ્લો..! દાઢમાં આતંકવાદીની જેમ સંતાયેલી, ઘારી તો અંદર બેઠી-બેઠી હજી સળી કરે છે કે, ‘શરદપૂર્ણિમા..થોડોક વખત ઠરી ગઈ હોત તો..? એના કરતા તો કોરોના સારો. ભલે ‘કાઢો’ પીવડાવી પણ કેવો ચોંટી રહ્યો? ઠરી હોત તો ઘારીઓ ઝાપટીને કાઢાની કણસ તો ભાંગી હોત..? શરદ પૂર્ણીમા એટલે શરદ પૂર્ણિમા..! આખી રાત મન મુકીને એવી મહેકતી ને એવી વરસતી, કે ‘ચાંદની ઓઢું-ઓઢું ને ઉડી જાય..!’ એની તો કોઈ મઝા જ ઔર..! પછી જેના ભેજામાં