આભનું પંખી - 3

  • 3.5k
  • 1.1k

પ્રકરણ-3 સમયનું ગણિત બહુ અટપટું છે.. ક્યારેક પવન પાવડી પહેરી ઉડે.. તો ક્યારેક કીડી પગે ચાલી ચટકા ભરે. 'સમયની સાપેક્ષતા આમ સમજાય છે.. ક્યારેક ધીમોને ક્યારેક ઉડી જાય છે.. ' વૈદેહીને કાયમ સમયની ખોટ રહેતી.. કામ ઢગલો, સમય તો જાય ભાગ્યો.. અને હવે.. હવે સમય જતો નથી. વૈદેહી સાવ નવરી થઈ ગઈ છે. રોજનું સો માણસનું રાંધતી વૈદેહીને હવે ત્રણ જણનું રાંધવું કેમ. ? એ પ્રશ્ન છે.  આશુતોષ પલંગ પર છે. એના પગ અટક્યા.. પણ મગજ નથી અટક્યું. વૈદેહી જરાક આઘી પાછી થાય કે વિદુ.. વિદુ.. ની બૂમ પાડી ઘર ગજવી મૂકે. "તું જા ને, બેસ એની પાસે. રોટલી હું