Aabhnu Pankhi book and story is written by Kamini Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aabhnu Pankhi is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આભનું પંખી - Novels
by Kamini Mehta
in
Gujarati Moral Stories
અહમદાવાદ શહરની એક ખુશનુમાં સવાર.. શિયાળાની ઠંડક હવામાં ભળેલી હતી. સવારનો કુણો તડકો હવાને ગરમ કરવાના પ્રયત્નમાં હતો. એરપોર્ટ પર ચહલપહલ ઓછી હતી. વૈદેહીએ ટ્રોલી આગળ સરકાવી. ચેકિંગ કાઉન્ટર ખાલી જ હતું.
"આટલી ઉતાવળ કેમ કરે છે. ?હજુ તો વાર છે ફ્લાઈટને. પહેલા કોફી પી લઈએ. "
"કાઉન્ટર ખાલી છે તો પહેલા ચેકઇન કરી લઈએ. આ સામાનથી મુક્તિ મળેને. પછી શાંતિથી કોફી પીએ. "
આશુતોષે માથું હલાવ્યું. ટ્રોલીને ખેંચતો કાઉન્ટર સુધી લઇ ગયો. બેગ ઊંચકી બેલ્ટ પર મૂકી. "કેટલી વજનદાર છે. શું ભર્યું છે.. ?"
પ્રકરણ-1 અહમદાવાદ શહરની એક ખુશનુમાં સવાર.. શિયાળાની ઠંડક હવામાં ભળેલી હતી. સવારનો કુણો તડકો હવાને ગરમ કરવાના પ્રયત્નમાં હતો. એરપોર્ટ પર ચહલપહલ ઓછી હતી. વૈદેહીએ ટ્રોલી આગળ સરકાવી. ચેકિંગ કાઉન્ટર ખાલી જ હતું. "આટલી ઉતાવળ કેમ કરે છે. ?હજુ ...Read Moreવાર છે ફ્લાઈટને. પહેલા કોફી પી લઈએ. " "કાઉન્ટર ખાલી છે તો પહેલા ચેકઇન કરી લઈએ. આ સામાનથી મુક્તિ મળેને. પછી શાંતિથી કોફી પીએ. " આશુતોષે માથું હલાવ્યું. ટ્રોલીને ખેંચતો કાઉન્ટર સુધી લઇ ગયો. બેગ ઊંચકી બેલ્ટ પર મૂકી. "કેટલી વજનદાર છે. શું ભર્યું છે.. ?" વૈદેહી હસી. 'પથરા'.. પણ બોલી નહીં. આશુતોષને અત્યારે વધારે ગુસ્સે નથી કરવો. આમેય ભારેલો
પ્રકરણ-2 મોબાઈલની રીંગ સાંભળી રાજની આંખ ઉઘડી.. જોયું તો મોહા.. "ગૂડ મોર્નિગ. જાનુ. " "મોર્નિગ. તું પપ્પાને લઈને જઈ આવ્યો.. ?".. "ક્યાં" .. "અરે, ડોક્ટર પાસે. ?" "હજુ હમણાં તો ઉઠ્યો. રાતના કેટલું મોડું થયું હતું.. ".. ". ભલે.. ...Read Moreહવે ઉઠી ગયો છે. તો ફટાફટ પહેલા પપ્પાને ડોક્ટર પાસે લઈ જા. તને ખબર છે ને. પપ્પાનો સ્વભાવ. બહારથી રૂદ્ર જેવાં છે,પણ અંદરથી ભોળા શંભુ.. પોતાની જરાય પરવાહ નહીં. બસ, બીજા માટે જીવવાનું. " મોહાનો કંઠ ભરાઈ ગયો. "ઓકે.. ઓકે. ,કેમ આજે ઢીલી થઈ જાય છે. હજુ તો મહિનો કાઢવાનો છે મારા વગર. " "રાજ,અમારું એવું જ.. ઘર પરિવાર અમારાથી
પ્રકરણ-3 સમયનું ગણિત બહુ અટપટું છે.. ક્યારેક પવન પાવડી પહેરી ઉડે.. તો ક્યારેક કીડી પગે ચાલી ચટકા ભરે. 'સમયની સાપેક્ષતા આમ સમજાય છે.. ક્યારેક ધીમોને ક્યારેક ઉડી જાય છે.. ' વૈદેહીને કાયમ સમયની ખોટ રહેતી.. કામ ઢગલો, સમય તો ...Read Moreભાગ્યો.. અને હવે.. હવે સમય જતો નથી. વૈદેહી સાવ નવરી થઈ ગઈ છે. રોજનું સો માણસનું રાંધતી વૈદેહીને હવે ત્રણ જણનું રાંધવું કેમ. ? એ પ્રશ્ન છે. આશુતોષ પલંગ પર છે. એના પગ અટક્યા.. પણ મગજ નથી અટક્યું. વૈદેહી જરાક આઘી પાછી થાય કે વિદુ.. વિદુ.. ની બૂમ પાડી ઘર ગજવી મૂકે. "તું જા ને, બેસ એની પાસે. રોટલી હું
પ્રકરણ-૪ રાતના ઘેરો અંધકાર મીરાની આંખમાં અંજાયો હતો. રાતની ઊંઘમાં દૈહિક અને માનસિક અનેક સમસ્યાઓ શમી તો નથી જતી, પણ ભૂલાઈ અવશ્ય જવાય છે. મીરાંની આંખોમાં આજે ઉંઘ પણ નહોતી. સામેની બારીમાંથી તારા મઢેલું આકાશ દેખાતું હતું. યાદ આવ્યું.. ...Read Moreખુલ્લું તારા મઢેલું આકાશ... મીરાદી.. આ તારા સાચા હોય.. ? હાસ્તો.. તો પછી સવારે કેમ જતા રહેં.. ? વૈદેહીના પ્રશ્નો અનંત હતા.. જતા ના રહેં પણ સૂરજનાં તેજ પ્રકાશમાં દેખાય નહીં. સામાન્ય કરતા જરાક અલગ જ હતી વૈદેહી. હમેશાં હસતી.. ક્યારેય એના મોઢાં પર ફરિયાદ ન હોય.. સહનશીલ તો એટલી જાણે ધરતી.. મીરા કહેતી.. તારું નામ વૈદેહી એકદમ બંધ બેસતું
પ્રકરણ-૫ ધારેલું પાર ન પડે તેવું ઘણી વાર થતું હોય છે.. 'તત્ર કો મોહ.. કો શોક'.. બહારગામ જવાનું નક્કી કર્યું હોય અને ન જવાયું હોય,તેવુંય બન્યું છે. કુલુ મનાલી જવાનો પ્રોગ્રામ બની ગયો હતો, ને બા માંદા પડ્યા.. જવાનું ...Read Moreથયું.. મામાના સીત્તેરમાં વરસની ઉજવણી 'ગોકર્ણ' માં રાખી હતી ને રિચાને તાવ આવ્યો. જવાનું કેન્સલ થયું.. અરે, ગાડી લઈને બધાં મિત્રો સૂરત પોંક ખાવા જતા હતા.. મીરાં ત્યારે પ્રેગ્નેન્ટ હતી. સવારે નીકળતા હતા.. ને બાપૂજીએ ફરમાન કર્યું.. આવી હાલતમાં નથી જવું. મીરાં ચૂપચાપ ઘરમાં આવી ગઈ. માધવ એકલો ગયો.. પણ ત્યારે દુઃખ નહોતું લાગતું.. આજે હવે અમદાવાદ જવાનું કેન્સલ થાય