આભનું પંખી - 9

  • 2.7k
  • 908

પ્રકરણ-9 વિરાટ પ્રકૃતિએ માનવને જન્મ આપ્યો. પોતાના મદમાં છકેલો માનવ પ્રકૃતિના ઉપકારને ભૂલી ગયો. આ મોટા મોટા બ્રીજો, ટાવરો.. બિલ્ડીંગો મેં બનાવી છે.. નદિયોં પર બંધ બાંધી નદીયોના વહેંણ મેં બદલ્યા છે.. છે.. દરિયાને પૂરી તેના પર બાંધકામ કરી દરિયાને મેં હફાવ્યો છે.. અજેય ઊંચાં પર્વતો પર કેબલકાર મૂકી તેની ઉચાઈને મેં પડકારી છે.. ગરમીમાં ઠંડક અને ઠંડકમાં ઉષ્મા ઉભી કરે,તેવા વાતાનુકૂળ આવરણ મેં ઉભા કર્યા છે. આ સુખ. આ સગવડ મેં ઉભી કરી છે..  "વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે,પુષ્પો,વનોની વનસ્પતિ..  યત્ર વિશ્વમ ભવત્યેકનીડમ" ઉમાશંકર જોશીની આ પંક્તિઓ માનવ ભૂલી ગયો છે. તેના સિવાયની જીવ