ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 5

  • 2.3k
  • 663

કોલેજમાં નવરાત્રીની તૈય્યારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઈ. ફાઇનલ યરના સ્ટુડેંટ્સ તૈય્યારીમાં કોઈ કચાશ છોડવા માંગતા નહોતા. કોલેજનો એક મોટો હોલ શણગારવામાં આવ્યો હતો. હોલની એકદમ વચ્ચે માતાજીનો ચોક બનાવામાં આવ્યો હતો. કોલેજની ઉત્સાહી છોકરીઓએ માતાજીનો ચોક બનાવવામાં પૂરો એક દિવસ કાઢ્યો હતો. સૌનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રીનો એ માહોલ હતો. એમને ખબર હતી કે આ ફક્ત એક દિવસ માટે શણગારવાનું છે તેમ છતાં તેઓ તેને પુરા દિલોજાનથી સજાવી રહ્યાં છે. કોલેજમાં વિદ્યાર્થીઓને એક દિવસ માટે નવરાત્રી ઉજવવાનો મોકો મળતો હતો, ૧ વાગ્યા પછી બધા જ હોલમાં ભેગાં થયા. ચણીયાચોળી તેમજ કેડિયામાં બધા ખુબ જ જચી રહ્યા હતા. ભરબપોરે પણ બધા