પ્રેમનો બદલાવ - 7 - સચ્ચાઈથી સામનો  (02)

  • 2.2k
  • 4
  • 846

ભાગ :- 7 - સચ્ચાઈથી સામનો (02) અબીર ની મા માધવી એકમહિના પછી પોતાના દીકરા અબીર ને મળવા માટે ખૂબજ ઉત્સાહિત હતી પણ રસ્તામાં જ અચાનક તેની કાર રાત્રે ઠીક 12:17 વાગે ખરાબ થઈ જાય છે. માધવી નું ઘર વધારે દૂર ન હતું પણ આજનો જમાનો પગપાળા ચાલે થોડો! માધવી ઘણો સમય ટેક્સીના ઠીક થવાની રાહ જોવે છે પણ ટેક્સી ઠીક થતી નથી. રાત ના 12:30 થઈ ચૂક્યા હતા. અબીર ની નજર બસ ઘડિયાળ ઉપર જ ટેવાયેલી હતી. અબીર ની બેચેની ધીરે ધીરે વધી રહી હતી. અબીર નો જીવ પોતાની માતા ને લઈને ખૂબ જ ગભરાઈ રહ્યો હતો, આખરે