ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 6

(58)
  • 3.4k
  • 2
  • 904

"એન્જેલા વધારે આગળ ના જતી. ખોવાઈ ગઈ તો હું તને ક્યાં શોધવા જઈશ.' પીટર ફૂલો ચૂંટતી એન્જેલા તરફ જોઈને પીટર મજાકના મૂડમાં બોલ્યો. "હું ખોવાઈ જાઉં તો તું કોઈક બીજી શોધી લેજે.' એન્જેલા હસી પડતા બોલી. "આ ટાપુ ઉપર તારા જેવી બીજી મળવી બહુજ મુશ્કેલ છે.' એન્જેલાને પાછળથી પોતાના બાહુપાશમાં જકડતા પીટર બોલ્યો. ફૂલો તો ફૂલોના ઠેકાણે જ આ બન્ને પ્રેમીઓને એકબીજાના આલિંગનમાં ડૂબતા જોઈને ખીલી ઉઠ્યા. સવારે પેલી રહસ્યમય ઝૂંપડી અને માનવના હાડપીંજરો વાળો મેદાની પ્રદેશ વટાવ્યા બાદ કેપ્ટ્ન હેરી પોતાના કાફલા સાથે લાઓસ પર્વતમાળાની નાનકડી ટેકરીઓ સુધી આવી પહોંચ્યા હતા. અહીંયા એમણે બપોરનો પડાવ નાખ્યો હતો. લાઓસ