અલબેલી - ૨

(13)
  • 2.7k
  • 2
  • 1.3k

પ્રકરણ-૨અલબેલી અને નિરાલી બંને ખૂબ ખાસ બહેનપણી હતી. અલબેલી અને નિરાલી બંનેને એકબીજા વિના બિલકુલ ચાલતું જ નહીં. નિરાલીનું ઘર જ્યોતિ અનાથાશ્રમની બિલકુલ સામે જ હતું. નિરાલીની મમ્મી અનુષા ઘણી વખત આનાથશ્રમમાં સેવા આપવા આવતી ત્યારે નિરાલીને પણ સાથે લાવતી ત્યારે નિરાલી પણ અલબેલી જોડે રમતી અને પછી રમતા રમતા જ બંને વચ્ચેની દોસ્તી ગાઢ બનેલી. નિરાલીની માતા અનુષા એક વિધવા સ્ત્રી હતી. એક અકસ્માતમાં એમના પતિ અને નિરાલીના પિતાનું મૃત્યુ થયું હતું. નિરાલી ત્યારે માત્ર બે જ વર્ષની હતી. અકાળે પતિનું અવસાન થતાં અનુષા ખૂબ તૂટી પડી હતી. જ્યારે એમના પતિ જીવતા હતાં ત્યારે તેઓ જ્યોતિ અનાથાશ્રમમાં ખૂબ સેવાઓ આપતા.