અનોખી ભેટ

  • 3k
  • 1
  • 1k

"મમ્મી, મારે લગ્ન કરવા જ નથી, તું આમાં ફોર્સ ન કરીશ, મારું ધ્યેય કાંઈક જુદું જ છે, મારે વૃદ્ધાશ્રમમાં રહેતા દાદાદાદી માટે કાંઈક કરવું છે, અનાથ બાળકો માટે કાંઈક કરવું છે, મારું જીવન હું એ લોકો સાથે વિતાવવા માંગુ છું, મને આ લગ્નની જંજાળમાં પડવું જ નથી" સુલેખાબેન વિચારમાં પડી ગયા, 6 મહિના પહેલા જ ઋતુજાએ કહેલા આ શબ્દો તેમના કાનમાં ગુંજતા હતાં, હજી ઉંમર જ ક્યાં હતી ઋતુજાની આ સમાજસેવા કરવા જેવડી...!!! હજી તો એણે એનું ગ્રેજ્યુએશન પણ પૂરું નોહ્તું કર્યું, અને ઘરની આર્થિક સ્થિતિ પણ એટલી નોહતી કે આ સમાજસેવા કરી શકાય, કઈ રીતે સમજાવવી