ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 6

(47)
  • 3.4k
  • 2
  • 1k

ગર્ગ જંગલીઓના કબજામાં. ******************* જ્હોને કમરપટ્ટામાંથી રિવોલ્વર ખેંચી અને એક માણસને નિશાન બનાવીને ગોળી છોડી. પણ અફસોસ એનું નિશાન ચુકી ગયું. પેલા માણસો હવે સચેત થઈ ગયા. અને એ બધાએ પાણીમાં ડૂબકી લગાવી. જ્હોને ફરીથી પાછળ જોયું તો કોઈ દેખાયું નહીં. અચાનક પીછો કરેલા માણસો અદ્રશ્ય થઈ જતાં જ્હોનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. "ગર્ગ પાછળ તો કોઈ દેખાતું જ નથી. આપણો પીછો કરી રહેલા માણસો અચાનક ક્યાં ગાયબ થઈ ગયા ? જ્હોને ચિંતાથી ઘેરાયેલા અવાજે ગર્ગને પૂછ્યું. "અરે હા આ માણસો અચાનક ક્યાં ઓગળી ગયા ? ગર્ગે પાછળ ફરીને જોયું તો એની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મેરી અને