ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 8

(39)
  • 3.3k
  • 1
  • 800

ક્લિન્ટનની રાઇફલમાંથી છૂટેલી ગોળી મેરીને વાગી. ****************************** મેરીની ચીસ સાંભળીને રોબર્ટ ઝાડી તરફ દોડ્યો. જ્હોન પણ ઝડપથી રોબર્ટની પાછળ દોડ્યો. "રોબર્ટ જલ્દી આવ નહિતર આ ભાગી જશે.' રોબર્ટ દોડતો દોડતો ઝાડી પાસે પહોંચ્યો ત્યારે મેરીનો તરડાયેલો અવાજ સંભળાયો. મેરીનો અવાજ સાંભળીને રોબર્ટ ઝડપથી ઝાડીમાં ઘુસ્યો. પાછળ જ્હોન પણ ઘુસ્યો ઝાડીની અંદર જઈને જોયું તો મેરી પેલા જંગલી માણસ સાથે બાથમબાથ જંગ ખેલી રહી હતી. મેરીએ પેલા જંગલીને પગથી સજ્જડ પકડી રાખ્યો હતો. પેલો જંગલી માણસ મરણિયો બનીને પોતાના પગ છોડાવવાની કોશિશ કરી રહ્યો હતો. "મેરી તું એને છોડી દે.' રોબર્ટે મેરી તરફ જોઈને બુમ પાડી. "આને છોડું તો આ ભાગી જશે.