ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 10

(57)
  • 3.4k
  • 2
  • 886

"દરિયાની બાજુમાં ખડક દર્શાવ્યો છે ત્યાં જ જહાજ હોવું જોઈએ.' નકશામાં જોતાં કેપ્ટ્ન હેરી બોલ્યા. "પણ નકશા ઉપરની આ રેખા તો તમે જુઓ. એ રેખા તો આ ખડકથી થોડેક દૂર જહાજ હોવાનું નિર્દેશન કરી રહી છે.' પ્રોફેસરે જીણી આંખો કરીને કેપ્ટ્નને ખડકથી થોડેક દૂર જે પાતળી રેખા દર્શાવેલી હતી એ બતાવી. જોન્સન મૃત્યુ પામ્યો એના બીજા જ દિવસે વહેલી સવારે કેપ્ટ્ન અને પ્રોફેસર ચામડાનો નકશો લઈને બેઠા હતા. નકશામાં બતાવ્યા મુજબ અહીં ક્યાંક સમુદ્રની આજુબાજુમાં જ જહાજ હતું. પણ એને શોધી કાઢવું બહુજ મુશ્કેલ કામ હતું. કેપ્ટ્ન અને પ્રોફેસર બન્ને નકશાને ઝીણવટ પૂર્વક જોઈ રહ્યા હતા. આ બાજુ ફિડલ