સાવકો પ્રેમ

(17)
  • 1.3k
  • 430

સંગીતાને આજ રીપોર્ટમાં કેન્સર આવ્યો છે એવું જયારથી સુરેશને ખબર પડી કે એ માનસિક રીતે ભાંગી પણ પડયો. સંગીતા છેલ્લા સ્ટેજમાં કેન્સરને લડત આપતી હતી. પણ એ રાક્ષસી માયા સામે એ ન જીતી શકી. એ એની પાછળ એની નાની દીકરી સોનલને પણ રડતી મેલી ગઈ. ગામડેથી સુરેશના બા ઘર સાચવવા આવ્યા. પણ શહેરની હવા એને ગોઠતી નહીં. સોનલ પણ નવ વર્ષની એટલે બધું સમજતી પણ એ બાળકી હેબતાઈ જ ગઈ હતી અચાનક બનેલી ઘટનાથી. સુરેશ પણ સાવ મુંગો રહેતો. શહેરમાં રહેતા સુરેશના બીજા લગ્નની વાત કરી પણ સોનલ માનતી ન હતી. 'સાવકી મા'ની વાર્તા એણે બાળપણમાં ખુબ સાંભળેલી.