અજીબ કહાની પ્રિયાની....- 10

(41)
  • 3.4k
  • 2
  • 1.7k

કમલેશ અને માયા ઘરે આવ્યાં એટલે અધીરી બની પ્રિયાએ સવાલો પર સવાલોનાં બાણ છોડ્યાં."શું કહ્યું સુશીલનાં માતા - પિતાએ? આપણાથી કોઈ ભૂલ થઈ હતી કે? કેમ તાત્કાલિક બોલાવ્યાં હતાં? વગેરે, વગેરે."અરે ! પહેલાં અમને અંદર તો આવવા દે, શાંતિથી ઘડીક બેસવા દે, પછી તને કરીએ છીએ બધી વાત." કમલેશે કહ્યું."હા..,હા.., બેસો. હું પાણી લઈ આવું છું."પ્રિયાએ બેય જણને પાણી આપ્યું. ટી.વી. બંધ કર્યું ને બેસી ગઈ વાત સાંભળવા માટે."બોલો હવે...""કંઈક તો થયું છે." કમલેશને થોડી ગમ્મત કરવાનું મન થયું એટલે માયા સામે આંખ મારતાં બોલ્યો."મને પણ એવું જ લાગે છે કે કંઈક તો ચોક્કસ થયું છે." માયા પણ મોઢું જરા