અજીબ કહાની પ્રિયાની......11

(29)
  • 3.4k
  • 3
  • 1.8k

હૉલ પર બધાં મહેમાન પહેલેથી હાજર હતાં. સુશીલ અને એનાં ઘરનાં લોકો પણ પહોંચી ગયાં હતાં. આ લોકો પહોંચ્યા એટલે પ્રિયાને સુશીલની પાસેની ખુરશીમાં બેસાડવામાં આવી. ને પછી એનાં ચહેરા પરથી ચૂંદડી હટાવવામાં આવી. પ્રિયાને જોતાં જ સુશીલની નજર બે મિનિટ માટે એનાં ચહેરા પર જ સ્થિર થઈ ગઈ. સ્વર્ગની કોઈ અતિ સુંદર અપ્સરા સમાન પ્રિયા દેખાઈ રહી હતી. એનું રૂપ જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. એક ફિલ્મી હિરોઈન પણ એની સામે ઝાંખી લાગે એવી સોહામણી લાગી રહી હતી. ત્યાં હાજર રહેલાં બધાં લોકો એની ખૂબસૂરતીનાં વખાણ કરતાં થાકતા નહોતાં. બધાં જ મહેમાનોની હાજરીમાં પ્રિયા અને સુશીલે એકબીજાંને રીંગ પહેરાવી.