My Better Half - 9

(76)
  • 4.2k
  • 7
  • 2.5k

My Better Half Part - 9 Story By Mer Mehul “તું બહાર ન આવતો” અંજલીએ મને કહ્યું અને દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. મેં અંજલીનાં મમ્મી પર નજર ફેરવી. તેઓ આંખો બંધ કરીને સૂતાં હતાં. તેઓનો ચહેરો જોઈને એ લાંબા સમયથી બીમાર હશે એવું અનુમાન લગાવી શકાતું હતું. ‘કેટલાં દિવસનો સમય આપું હવે ?, થોડાં દિવસમાં આપી દઈશ એમ કહીને એક મહિનો થઈ ખેંચી લીધો તે..’ કોઈ પુરુષનો ઘેરો અવાજ બહારથી આવ્યો. ‘મારે કશું નથી સાંભળવું છોકરી, આવતી કાલે રૂપિયા નહિ મળે તો તારે તકલીફ પડશે’ થોડીવાર પછી એ જ અવાજ ફરી સંભળાયો. અંજલીએ મને બહાર નીકળવાની ના પાડી હતી