શાતિર - 11

(115)
  • 6.1k
  • 6
  • 3.7k

( પ્રકરણ : અગિયાર ) મુંબઈના એ રસ્તા પર ઊંધી પડેલી પોલીસની જીપની આસપાસ લોકોની બૂમાબૂમ અને ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે ઊંધી પડેલી જીપમાં રહેલા કબીર, પોલીસવાળા રવિન્દર અને સખાજી તરફથી કોઈ અવાજ નહોતો. પણ હા, રવિન્દરના ખિસ્સામાં રહેલા કબીરના મોબાઈલ ફોનની રીંગ હજુ પણ ગૂંજી રહી હતી. બે-ત્રણ પળો આ રીતના જ વિતી અને પછી જાણે બે-ત્રણ પળો માટે બેહોશીમાં સરીને હોશમાં આવ્યો હોય એમ કબીરના કાનમાં ફરી મોબાઈલની એ રીંગ સંભળાવવાની શરૂ થઈ. કબીરે જોયું તો તે ઊંધા માથે પડેલી જીપમાં ઊંધો પડયો હતો. તેની બાજુમાં જ પોલીસવાળો રવિન્દર બંધ આંખે પડયો હતો. જ્યારે આગળની સીટ વચ્ચે