Shaatir by H N Golibar | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels શાતિર - Novels Novels શાતિર - Novels by H N Golibar in Gujarati Thriller (622) 9.2k 13.8k 44 મોડી રાતના ત્રણ વાગ્યા ને ઉપર સુડતાળીસ મિનિટ થઈ હતી. દિવસે ધમધમતા રહેતા મુંબઈના આ કોમર્શિયલ એરિયામાં અત્યારે એકદમ સન્નાટો છવાયેલો હતો. મુંબઈના નંબર વન ગણાતા ‘ડાયમંડ જ્વૅલરી’ના ભવ્ય શો રૂમ ‘દિવાન જ્વેલર્સ’ની આસપાસ પણ શાંતિ પથરાયેલી હતી. શો ...Read Moreસામેની ફૂટપાથ પર, ક્રાઈમ બ્રાન્ચના પંદર હથિયારધારી પોલીસવાળા અંધારા સાથે ભળીને ઊભા હતા. એ બધાંની નજર અત્યારે ‘દિવાન જ્વેલર્સ’ અને તેની આસપાસમાં ફરી રહી હતી. જોકે, ‘દિવાન જ્વેલર્સ’ પાસેથી આ પોલીસવાળાઓમાંથી એકેય નજરે પડી શકે એમ નહોતો. ‘બધી તૈયારી થઈ ગઈ ને ?’ એ પંદર પોલીસવાળાની પીઠ પાછળના કૉફી શૉપમાં, કાચની દીવાલની અંદર ઊભેલા Read Full Story Download on Mobile New Episodes : Every Tuesday,Thursday,Saturday શાતિર - 1 (79) 1.4k 2.5k એચ.એન.ગોલીબાર ( પ્રકરણ : એક ) મોડી રાતના ત્રણ વાગ્યા ને ઉપર સુડતાળીસ મિનિટ થઈ હતી. દિવસે ધમધમતા રહેતા મુંબઈના આ કોમર્શિયલ એરિયામાં અત્યારે એકદમ સન્નાટો છવાયેલો હતો. મુંબઈના નંબર વન ગણાતા ‘ડાયમંડ જ્વૅલરી’ના ભવ્ય શો રૂમ ‘દિવાન જ્વેલર્સ’ની ...Read Moreપણ શાંતિ પથરાયેલી હતી. શો રૂમની સામેની ફૂટપાથ પર, ક્રાઈમ બ્રાન્ચના પંદર હથિયારધારી પોલીસવાળા અંધારા સાથે ભળીને ઊભા હતા. એ બધાંની નજર અત્યારે ‘દિવાન જ્વેલર્સ’ અને તેની આસપાસમાં ફરી રહી હતી. જોકે, ‘દિવાન જ્વેલર્સ’ પાસેથી આ પોલીસવાળાઓમાંથી એકેય નજરે પડી શકે એમ નહોતો. ‘બધી તૈયારી થઈ ગઈ ને ?’ એ પંદર પોલીસવાળાની પીઠ પાછળના કૉફી શૉપમાં, કાચની દીવાલની અંદર ઊભેલા Read શાતિર - 2 (66) 1.2k 1.5k ( પ્રકરણ : બે ) વહેલી સવારના ચાર વાગ્યા ને ઉપર પાંચ મિનિટ થઈ હતી. અત્યારે ઈન્સ્પેકટર સાઈરસ પોતાની હથિયારબંધ પોલીસ પલટન સાથે ‘દિવાન જ્વેલર્સ’માં દાખલ થઈ ચૂકયો છે, એ હકીકતથી બેખબર કબીર એ રૂમમાંની મોટી-લોખંડી તિજોરીનું લૉક ખોલવામાંં ...Read Moreહતો. તો પોલીસ પલટન સાથે ‘દિવાન જ્વેલર્સ’ના આગળના હૉલમાં, મોટા શો-રૂમમાં પહોંચેલા સાઈરસે નજર દોડાવી. એ હૉલમાંં કોઈ નહોતું. મેઈન તિજોરી ડાબી બાજુના રૂમમાં-માલિકની ઑફિસમાં હતી. સાઈરસે સબ ઈન્સ્પેકટર ગોખલેને તિજોરીવાળા રૂમ તરફ આગળ વધવાનો ઈશારો કર્યો. ગોખલે રિવૉલ્વર સાથે ડાબી બાજુના એ રૂમના દરવાજા તરફ સરક્યો. ત્યાં ઊભેલા તેના સાથી પંદર પોલીસવાળાઓમાંથી દસ પોલીસવાળા તેની પાછળ ચાલ્યા. તો પેલા Read શાતિર - 3 (64) 1.2k 1.6k ( પ્રકરણ : ત્રણ ) ગલીના બન્ને નુક્કડ તરફથી પોલીસની બે જીપો આવી રહી હતી અને કબીર બેન્કમાંથી ચોરેલા પચાસ કરોડ રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ સાથે ગલીની વચ્ચે ઊભો હતો. અત્યારે કબીર પાસે વિચારવાનો સમય નહોતો, અને તે વિચારવા રોકાયો ...Read Moreનહિ. કબીર ગલીના જે નુક્કડ પરથી તેના સાથીઓ તાન્યા, જયસિંહ અને હરમનની વેન તેને લીધા વિના ચાલી ગઈ હતી, એ બાજુના નુક્કડ તરફ દોડયો. કબીરને આ રીતના પોતાની જીપ તરફ દોડી આવતો જોતાં જ એ જીપમાં બેઠેલા પોલીસવાળાએ જીપ ઊભી રાખી દીધી. પણ કબીર રોકાયો નહિ. જીપની ડ્રાઈિંવંગ સીટની બાજુની સીટ પર બેઠેલો પોલીસવાળો બહાર નીકળીને, પોતાની બંદૂક કબીર તરફ Read શાતિર - 4 (68) 1.1k 1.4k ( પ્રકરણ : ચાર ) આઠ વરસની જેલ કાપીને કબીર બહાર નીકળ્યો, ત્યારે તેના દિલો-દિમાગમાં તેની દીકરી કાંચી ફરતી હતી. તે જેલમાં ગયો ત્યારે તેની દીકરી કાંચી સાત વરસની હતી, અને અત્યારે હવે એ પંદર વરસની થઈ ચૂકી હતી. ...Read Moreમન કાંચી પાસે પહોંચવા માટે અધિરું બન્યું હતું, પણ તે કાંચી માટે કોઈ ગિફટ્ લઈ લેવા માંગતો હતો. કબીર બજારમાં-એક રમકડાંની દુકાનમાં પહોંચ્યો. તેણે એક મોટું ટેડીબેર ખરીદયું. તે દુકાનની બહાર નીકળીને ફૂટપાથ પર આવ્યો, ત્યાં જ તેની નજર પાસે ઊભેલી પોલીસની જીપ પર પડી. -જીપની ડ્રાઈવિંગ સીટ પર સબ ઈન્સ્પેકટર ગોખલે અને પાછળની સીટ પર ઈન્સ્પેકટર સાઈરસ બેઠો હતો. Read શાતિર - 5 (71) 1k 1.5k ( પ્રકરણ : પાંચ ) ‘તને કહું હું કોણ બોલું છું ?’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી એ આદમીનો અવાજ સંભળાયો : ‘હું તારી લાડકી દીકરી કાંચીને કિડનેપ કરનાર કિડનેપર બોલું છું !’ અને આની સાથે જ સામેથી કૉલ ...Read Moreથઈ ગયો. કબીર ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેણે હોટલમાં ઝડપી નજર ફેરવી. તેની પુરાણી સાથી અને હાલમાં અહીં વેઈટ્રેસ તરીકે કામ કરતી તાન્યા દેખાઈ નહિ. કબીર હમણાં જે નંબર પરથી કૉલ આવ્યો હતો, એ નંબર પર કૉલ લગાવીને, મોબાઈલ કાન પર મૂકતાં હોટલની બહારની તરફ ધસ્યો. તે હોટલની બહાર નીકળીને ફૂટપાથ પર ઊભો રહ્યો, ત્યારે મોબાઈલમાં સામેથી બીજી રિંગ Read શાતિર - 6 (68) 928 1.4k ( પ્રકરણ : છ ) કાંચી હોશમાં આવી. તેણે આંખો ખોલી. તેને અંધારા સિવાય કંઈ દેખાયું નહિ. તે બેઠી થવા ગઈ, ત્યાં જ તેના માથા પરની વસ્તુ ટકરાઈ. તેના મોઢામાંથી પીડાભરી ચીસ નીકળી જવાની સાથે જ તે પાછી લેટી ...Read Moreતેના પગ વળેલા હતા, તે બેઠી થઈ શકે એમ નહોતી. ‘તે ખૂબ જ નાનકડી જગ્યામાં પુરાયેલી હતી. એ પેટી હતી ? પટારો હતો ? ? કે પછી બીજું આખરે શું હતું ??’ એ તેને તુરત સમજાયું નહિ. પણ પછી થોડીક પળોમાં તેની આંખો અંધારાથી ટેવાઈ, અને એ પછી જ તેને ખ્યાલ આવ્યો કે, તે ટેકસીની ડીકીમાં પૂરાયેલી હતી ! ‘બચાવ Read શાતિર - 7 (67) 860 1.4k ( પ્રકરણ : સાત ) બપોરના બે વાગ્યા હતા. મુંબઈની એ સડક પર વાહનો પોત-પોતાની રીતના આગળ વધી રહ્યા હતા. એ વાહનો વચ્ચે બદમાશ હરમનની ટેકસી પણ આગળ વધી રહી હતી. હરમનના ચહેરા પર તાણ હતી. તે કબીર પાસેથી ...Read Moreચોરીના પચાસ કરોડ રૂપિયા મેળવવા માટે પાગલ બન્યો હતો. તે કબીરની દીકરી કાંચીને ટેકસીની ડીકીમાં નાંખીને મુંબઈના રસ્તા પર રખડી રહ્યો હતો. તેને એમ હતું કે, ડીકીમાં હજુ પણ કાંચી બેહોશ પડી છે. જ્યારે કે, અસલમાં કાંચી હોશમાં આવી ચૂકી હતી, અને અત્યારે તે હરમનની ચુંગાલમાંથી છુટવા માટેના પ્રયત્નમાં લાગેલી હતી. અત્યારે કાંચીએ તેણે ટેકસીની પાછલી સીટની પીઠમાં તેણે પાડેલા Read શાતિર - 8 (73) 822 1.4k ( પ્રકરણ : આઠ ) જયસિંહના ઘરમાંથી બહાર નીકળીને ગલીના નુકકડ તરફ દોડી જઈ રહેલા કબીરને રોકવા માટે ઈન્સ્પેકટર સાઈરસે ધમકી આપી : ‘‘કબીર ! ઊભો રહે, નહિતર ગોળી છોડી દઈશ !’’ પણ કબીર રોકાયો નહોતો. ‘ચાલો જલદી, પકડો ...Read Moreસાઈરસ હુકમ આપતાં બારીમાંથી બહાર નીકળીને ગલીમાં આવ્યો હતો ને એણે કબીર તરફ રિવૉલ્વરની અણી તાકી હતી. અત્યારે હવે સાઈરસ ગલીના નુક્કડ પર પહોંચી ચૂકેલા કબીર તરફ રિવૉલ્વરની ગોળી છોડે એ પહેલાં જ કબીર નુક્કડની ડાબી બાજુના રસ્તે વળી ગયો ને દેખાતો બંધ થઈ ગયો. સાઈરસ ગલીના નુક્કડ તરફ દોડયો, તો એની પાછળ-પાછળ જ જયસિંહના ઘરની બારીમાંથી બહાર નીકળી આવેલા Read શાતિર - 9 (66) 706 1.1k ( પ્રકરણ : નવ ) ટ્રાફિક પોલીસવાળાએ ટેકસીની ડીકી ખોલવાનું કહ્યું એટલે પોતાનું મગજ ગુમાવી બેઠેલા હરમને ટ્રાફિક પોલીસવાળાના શરીરમાં રિવૉલ્વરની ગોળીઓ ધરબી દીધી હતી. તો આ દરમિયાન કાંચી ટેકસીની ડીકીમાંથી નીકળીને ગલીના નુક્કડ તરફ ભાગી હતી. કાંચીને ભાગતી ...Read Moreહરમનના ચહેરા પર ગુસ્સાનો લાવા ધસી આવ્યો હતો, અને એણે ટેકસીમાં બેસીને ટેકસી કાંચી પાછળ દોડાવી હતી, અને ત્યારે કાંચી એ લાંબી અને સન્નાટાભરી ગલીના નુક્કડ નજીક પહોંચી હતી. અત્યારે હવે ગલીના નુક્કડ નજીક પહોંચેલી કાંચીએ ડાબી બાજુ જોયું, તો ત્યાં થોડેક દૂર કોઈ ઈમારતનો પાછળનો ભાગ હતો. ત્યાં રસ્તો પૂરો થતો હતો. કાંચીએ જમણી બાજુ જોયું. એ તરફ થોડાંક Read શાતિર - 10 ( પ્રકરણ : દસ ) ‘કાંચી બેટા ! બસ હવે હું થોડીવારમાં જ તને હરમનના શિકંજામાંથી છોડાવી લઈશ.’ મનોમન બોલી જતાં કબીરે ચોપાટી તરફ આગળ વધી રહેલી ટેકસીની ઝડપ ઓર વધારી હતી. અત્યારે કબીરના ચહેરા પર અધીરાઈ અને બેચેની ...Read Moreતે ટેકસીનું હોર્ન વગાડતો, ઝડપભેર વાહનોને ઓવરટેક કરતો આગળ વધી રહ્યો હતો. કબીરને હવે ખબર પડી ચૂકી હતી કે, હરમન તેની દીકરી કાંચીને એની ટેકસીની ડીકીમાં પૂરીને ચોપાટી પર ઊભો હતો. હરમન ત્યાંથી વળી ટેકસી લઈને આગળ કયાંક નીકળી જાય એ પહેલાં જ તે હરમન પાસે પહોંચી જવા માંગતો હતો, અને કાંચીને હરમનના શિકંજામાંથી છોડાવી લેવા માંગતો હતો. કબીરે ટેકસીને Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything H N Golibar Follow