અધૂરી નવલકથા - પાર્ટ 5

  • 4.1k
  • 1.4k

05 આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે અમુક પ્રસિદ્ધ લેખકની સાથે ફોનમાં વાત કરે છે. પણ કોઈ ઉપાય મળતો નથી. અજાણી છોકરી નો આવેલા કોલ થી અજય તે છોકરીને મળવા જતો રહ્યો. તે છોકરી કે જેનું નામ નવ્યા હતું તે અજયને મળે છે અને અજય ના પ્રપોઝનો જવાબ હા માં આપે છે. અજય નવ્યા ને જાણતો પણ નથી. તો પછી નવ્યા શા માટે અજય પાસેથી આવી હતી. હવે આગળ. અજયને સમજમા આવતું ન હતું કે આ કેવી રીતે શક્ય છે. પોતાની ફેસબુક આઈડી પરથી નવ્યા ને મેસેજ થયો હતો. તેની જાણ ખુદ અજયને ન હતી.